• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

રણજી ટ્રોફીમાં ચિરાગ જાનીની સદીથી ચંદિગઢ સામે સૌરાષ્ટ્રના 2 વિકેટે 299

હાર્વિક દેસાઈ  99 રને આઉટ

ચંદિગઢ, તા.13 : ઓલરાઉન્ડર ચિરાગ જાનીની અણનમ દોઢી સદીની મદદથી ચંદિગઢ વિરુદ્ધના રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્ર ટીમે મક્કમ પ્રારંભ કર્યો છે. પહેલા દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રના 79 ઓવરમાં 2 વિકેટે 299 રન થયા છે. ચિરાગ જાની 2પ8 દડામાં 21 ચોક્કા અને 2 છક્કાથી 1પ3 રને નોટઆઉટ રહ્યો હતો.

જ્યારે વિકેટકીપર-બેટર હાર્વિક દેસાઇ ફક્ત 1 રને સદી ચૂકી ગયો હતો. તે 169 દડામાં 14 ચોક્કા-1 છક્કાથી 99 રને કમનસીબે સ્ટમ્પ આઉટ થયો હતો. ચિરાગ અને હાર્વિક વચ્ચે બીજી વિકેટમાં 237 રનની ભાગીદારી થઈ હતી. ઓપનર તરંગ ગોહિલ મેચના પ્રથમ દડે ગોલ્ડન ડક થયો હતો જ્યારે શેલ્ડન જેકશન 34 રને નોટઆઉટ રહ્યો હતો. ચંદિગઢ ટીમ તરફથી જગજિત સિંઘ અને એન. બિરલાએ 1-1 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક