• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

નાઈજીરિયા, બ્રાઝિલ, ગુયાના જશે મોદી

56 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાન દક્ષિણ અમેરિકી દેશની મુલાકાતે

નવી દિલ્હી, તા.13 : વડાપ્રધાન મોદી ચાલુ સપ્તાહે 3 દેશની યાત્રાએ જવાના છે. પ6 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન દક્ષિણ અમેરિકી દેશ ગુયાના જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી બ્રાઝિલમાં આયોજીત જી-ર0 શિખર સંમેલનમાં ભાગ લેશે. 18-19 નવેમ્બરે તેઓ બ્રાઝીલની યાત્રાએ રહેશે ઉપરાંત આફ્રિકી દેશ નાઈજીરિયા અને દક્ષિણ અમેરિકી દેશ ગુયાના જશે. વિદેશ મંત્રાલયે વડાપ્રધાનના પ્રસ્તાવિત વિદેશ પ્રવાસ અંગે માહિતી જાહેર કરી છે.

બ્રાઝિલમાં જી-ર0 સંમેલનમાં તેઓ વૈશ્વિક મહત્ત્વના મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કરશે અને નવી દિલ્હી ઘોષણાપત્રના પરિણામો પર ભાર મૂકશે. રિયો ડી જેનેરિયો ખાતે આ સંમેલનનું આયોજન થયું છે. આ પહેલા 16-17મીએ તેઓ નાઈજીરિયા જશે. 17 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની  નાઈજીરિયાની આ પહેલી યાત્રા રહેશે. 19થી ર1 નવેમ્બર તેઓ ગુયાનાની રાજકીય યાત્રાએ જશે.1968 બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની આ પહેલી ગુયાના યાત્રા હશે. ગુયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલીએ પાઠવેલા આમંત્રણનો સ્વીકાર કરતાં વડાપ્રધાન મોદી ગુયાના જવાના છે. અહીં તેઓ સંસદ અને પ્રવાસી ભારતીયોને સંબોધશે.

ઇ-પેપરના નવા શુલ્ક