રાજગીર
(બિહાર), તા.13: પોતાના પહેલા બે મેચમાં શાનદાર જીતથી ઉત્સાહિત ભારતીય ટીમ એશિયન મહિલા
હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગુરુવારે થાઇલેન્ડ વિરુદ્ધ મોટી જીત હાંસલ કરવાની કોશિશ
કરશે. ભારત અને ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ ચીને તેના બન્ને મેચ જીત્યા છે. જો કે ગોલ
અંતરથી ભારત પાછળ છે. આથી ચીન ટીમ પોઇન્ટ ટેબલ પર ટોચ પર છે. જાપાન ત્રીજા અને દ. કોરિયા
ચોથા નંબર પર છે.
6 ટીમ
વચ્ચેની મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટોચની ચાર ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે. સલીમા
ટેટેના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમે પેનલ્ટી કોર્નરને ગોલમાં પરિવર્તિત કરવા પડશે.
પાછલા બે મેચમાં ઘણા મોકા ગુમાવ્યા હતા. ભારતને પહેલા મેચમાં મલેશિયા સામે 4-0થી અને
દ. કોરિયા સામે 3-2થી જીત મળી હતી. થાઇલેન્ડ પછી ભારતીય ટીમની જાપાન સામે ટક્કર થશે.
આ મેચ પહેલા ભારતીય ટીમ થાઇલેન્ડ વિરુદ્ધ મોટી જીત સાથે સેમિનું સ્થાન સુનિશ્ચિત કરવા
માગશે.