પીલ
પોલીસે સુરક્ષા કરવાના બદલવામાં 70 હજાર ડોલરની માગ કરી હોવાનો આરોપ
નવી
દિલ્હી, તા. 13 : કેનેડામાં હવે પોલીસ પણ હિન્દુ સમુદાય ઉપર દબાણ બનાવી રહી છે. અહેવાલ
અનુસાર કેનેડામાં હિન્દુ સમૂહોને સુરક્ષા આપવાના બદલામાં હપ્તો માગવામાં આવી રહ્યો
છે. જો કે આ મામલે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ ઘટનાક્રમ એવા સમયે
સામે આવ્યો છે જ્યારે ખાલિસ્તાની આતંકી હરદીપ નિજ્જરની હત્યાના કારણે ભારત અને કેનેડાના
સંબંધો તણાવભર્યા છે. બીજી તરફ ખાલિસ્તાન સમર્થકો સતત ધમકીઓ આપી રહ્યા છે.
એક
રિપોર્ટ અનુસાર પીલ પોલીસને કથિત રીતે હિન્દુ સમુદાયને સુરક્ષા આપવા માટે 70 હજાર ડોલરની
માગણી કરી છે. જેનાથી હિન્દુ સંગઠન નારાજ છે. કેનેડામાં હિન્દુ સંગઠનોએ પીએમ જસ્ટિન
ટ્રુડો સરકાર ઉપર અધિકારના હનનનો આરોપ મૂક્યો છે. રિપોર્ટ અનુસાર હિન્દુ સમૂહોનું કહેવું
છે કે તેઓ પણ ટેક્સ આપી રહ્યા છે તો પછી આ ભેદભાવ કેમ ? પીલ પોલીસ મુદ્દાનો ઉકેલ લાવવાના
બદલે દબાણ બનાવી રહી છે. કહેવાય છે કે કેનેડા પ્રશાસન ઉપર ખાલિસ્તાની સમૂહો દબાણ કરી
રહ્યા છે કે હિન્દુઓના કાર્યક્રમો રદ કરવામાં આવે.