-
રક્ષા નિકાસ ક્ષેત્રમાં
મોટી સફળતા : પાકિસ્તાન ચિંતિત
નવી
દિલ્હી, તા. 13 : પશ્ચિમી એશિયાના મિત્ર દેશ આર્મેનિયાને ભારતે પહેલી આકાશ એર ડિફેન્સ
બેટરી વેચી છે. આ સાથે જ ભારતે રક્ષા નિકાસ ક્ષેત્રમાં એક મોટી ઉપલબ્ધી મેળવી લીધી
છે. બ્રહ્મોસ મિસાઈલ વેચ્યા બાદ બીજું હવાઈ કવચ છે જેની વિદેશમાં માગ વધી રહી છે. રક્ષા
મંત્રાલય હેઠળ સાર્વજનિક ક્ષેત્રની નવરત્ન રક્ષા કંપની ભારત ઈલેકટ્રોનિક્સ લિમિટેડ
(બીઈએલ)એ કહ્યું છે કે ભારતે પહેલી આકાશ મિસાઈલ સિસ્ટમ બેટરી એક મિત્ર દેશને નિકાસ
કરી છે. જે સ્વદેશી રૂપથી વિકસિત વાયુ રક્ષા પ્રણાલીનું પહેલું આંતરરાષ્ટ્રીય વેચાણ
છે.
જો
કે બીઈએલએ દેશનું નામ બતાવ્યું નથી પણ રક્ષા સુત્રોના કહેવા પ્રમાણે પુષ્ટી થઈ છે કે
ભારતે આર્મેનિયાને જ આ સિસ્ટમ નિકાસ કરી છે. સુત્રો અનુસાર રક્ષા મંત્રાલયમાં રક્ષા
ઉત્પાદન સચિવ સંજીવ કુમારે બેટરીને આર્મેનિયા માટે રવાના કરી છે. ભારતમાંથી નિકાસ થનારી
બીજી મિસાઈલ પ્રણાલી છે. ભારત પાસેથી મળેલા કવચનો ઉપયોગ આર્મેનિયા પોતાના પાડોસી શત્રુ
અજરબૈજાન સાથે લડાઈમાં ઉપયોગમાં આવશે. અજરબૈજાન પાકિસ્તાન તરફથી છે. તેવામાં ભારતે
આર્મેનિયાને મદદ કરતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે.