માર્શ
અને હેઝલવૂડ બહાર : મેકસ્વીનીને ફરી તક : નિયમિત કપ્તાન કમિન્સને રેસ્ટ
મેલબોર્ન,
તા.9 : બોર્ડર - ગાવસ્કર ટ્રોફીના પ્રારંભિક ત્રણ ટેસ્ટમાં ડેબ્યૂ સાથે નિષ્ફળ રહેનાર
ઓપનિંગ બેટર નાથન મેકસ્વીનીનો શ્રીલંકા પ્રવાસની બે ટેસ્ટ મેચની શ્રેણીની ઓસ્ટ્રેલિયાની
ટીમમાં સમાવેશ થયો છે. નિયમિત કપ્તાન પેટ કમિન્સને વિશ્રામ અપાયો છે. તેણે પિતૃત્વ
અવકાશ લીધો છે. તેની પત્ની બીજા સંતાનને જન્મ આપવાની છે. ટીમમાં એકથી વધુ નવા ચહેરાને
ઓસ્ટ્રેલિયન પસંદગીકારોએ તક આપી છે. ભારતને 3-1થી હરાવી ઓસ્ટ્રેલિયા પહેલેથી જ વર્લ્ડ
ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં જગ્યા બનાવી ચૂક્યું છે. જ્યાં તેની ટક્કર દ. આફ્રિકા
વિરૂધ્ધ થવાની છે. ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા વચ્ચેનો પહેલો ટેસ્ટ 29 જાન્યુઆરીએ અને બીજો
ટેસ્ટ 6 ફેબ્રુઆરીથી રમાશે. એક વન ડે મેચ 13 ફેબ્રુઆરીએ રમાશે.
બોર્ડર-ગાવસ્કર
ટ્રોફીની ટીમમાં સામેલ ઓલરાઉન્ડર મિચેલ માર્શને પડતો મુકાવામાં આવ્યો છે. હેઝલવૂડ હજુ
ફિટ નથી. આથી તેની પસંદગી થઈ નથી. ત્રણ ઝડપી બોલર સ્ટાર્ક, બોલેંડ અને એબોટ છે. લિયોન સાથે ટોડ મર્ફી સ્પિનર તરીકે છે.
ઓસ્ટ્રેલિયા
ટીમ : સ્ટિવન સ્મિથ (કેપ્ટન), સીન એબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (વિકેટકીપર), કૂપર
કોનોલી, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિશ (વિકેટકીપર), ઉસ્માન ખ્વાઝા, સેમ કોન્સટાસ, મેટ કુહનેમન,
માર્નસ લાબુશેન, નાથન લિયોન, નેથન મેકસ્વીની, ટોડ મર્ફી, મિચેલ સ્ટાર્ક અને બો વેબસ્ટર.