કુઆલાલ્મપુર,
તા.20: પશ્ચિમ આફ્રિકા સ્થિત નાઇજીરિયા દેશ લોંગ ડિસ્ટેંસ એથ્લેટસ માટે જાણીતો છે.
અહીં ક્રિકેટની રમત બહુ જ ઓછા પ્રમાણમાં રમાઇ છે, પણ આઇસીસી અન્ડર-20 મહિલા ટી-20 વર્લ્ડ
કપમાં નાઇજીરિયાની ટીમે મેજર અપસેટ સર્જીને ન્યુઝીલેન્ડ ટીમને હાર આપીને સનસનાટી મચાવી
દીધી છે. નાઇજીરિયાનો માત્ર 2 રને યાદગાર વિજય થયો હતો.
વરસાદને
લીધે મેચ 13-13 ઓવરનો કરાયો હતો. નાઇજીરિયાએ પહેલા બેટિંગ કરતા 6 વિકેટે 6પ રન કર્યાં
હતા. જવાબમાં ન્યુઝીલેન્ડ યુવા મહિલા ટીમ 13 ઓવરમાં 6 વિકેટે 63 રને અટકી ગઇ હતી. આથી
તેનો બે રને આંચકારૂપ પરાજય થયો હતો. નાઇજીરિયાએ ટીમે આઇસીસીની પૂર્ણ સદસ્ય દેશની ટીમને
હાર આપી અન્ડર-19 મહિલા વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર કર્યો છે.