દુબઇ,
તા.14: આઇસીસીએ પાકિસ્તાન અને દુબઇમાં હાઇબ્રિડ મોડલ પર રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફીની
ઇનામ રાશીમાં પ3 ટકાનો વધારો કર્યો છે. આ વખતે વિજેતા ટીમને 22 લાખ 40 હજાર ડોલર એટલે
કે લગભગ 19.4પ કરોડ રૂપિયાનું ઇનામ મળશે. જયારે ઉપ વિજેતા ટીમને 9.72 કરોડ રૂપિયા મળશે.
સેમિ ફાઇનલમાં હાર સહન કરનાર બન્ને ટીમને એક સમાન 4.86 કરોડ રૂપિયા ઇનામ રૂપે આઇસીસી
આપશે. ચેમ્પિયન્સ ટ્રોફી-202પની કુલ ઇનામ રાશી 60 લાખ 90 હજાર ડોલર એટલે કે લગભગ
60 કરોડ રૂપિયા છે. ગ્રુપ સ્ટેજમાં જીત હાંસલ કરનાર ટીમને 29.પ4 લાખ રૂપિયા મળશે.
ટૂર્નામેન્ટમાં
પાંચમા અને છઠ્ઠા સ્થાન પર રહેનારી ટીમને 3 કરોડ, સાતમા અને આઠમા નંબરે રહેનાર ટીમને
1.2 કરોડ રૂપિયા પ્રાત્સાહિત ઇનામ રૂપે મળશે. આ ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનાર
તમામ 8 ટીમને 1.08 કરોડ રૂપિયા ગેરન્ટી મનીના ભાગરૂપે આઇસીસી આપશે.
આઇસીસીના
ચેરમેન જય શાહે જણાવ્યું કે આ પુરસ્કાર રાશી રમતમાં રોકાણ કરવાની આઇસીસીની પ્રતિબદ્ધતાનું
ઉદાહરણ છે.