કેશોદ: કેશોદ પોલીસે સૌરાષ્ટ્રમાં સોનીની દુકાનોમાં ચોરી કરતી ટોળકીના ત્રણ સાગરીતને ઝડપી લીધા છે. અનડીટેકટ ગુના ડીટેક્ટ કરી રૂ. 5,22,505 નો મુદામાલ કબજે કર્યો છે.
કેશોદની સોની બજારમાં શંકાસ્પદ
હિલચાલ કરતાં ત્રણ શખસ રેકી કરી રહ્યાં છે.વર્ણન મુજબના ત્રણ અજાણ્યા શખસ નજરે ચડતાં
પોલીસે ત્રણેયની પૂછપરછ  કરાઈ હતી.
રાહુલભાઈ ભીમાભાઈ પરમાર ઉ.22
રહેવાસી બડોદર રોડ પાતાળ કૂવા પાસે કેશોદ, અરાવિંદ ઉકાભાઈ વાઘેલા ઉ.25 રહેવાસી ટાવરની
પાસે વંથલી, વિપુલભાઈ નાજાભાઈ ડાભી ઉ.32 રહેવાસી નાવડા સીતારામ નગર તાલુકો વંથલીની
તપાસ કરતાં સોનેરી કલરના ધાતુના દાગીના જેમાં વીટી, બુટ્ટી, મોબાઈલ ફોન, નાના મોટા
સાંકળા મળી આવ્યા હતા.
 આકરી પૂછપરછ કરતાં આ શખસોએ સૌરાષ્ટ્રમાં જુદાં જુદાં
વિસ્તારમાં સોનીની દુકાનોમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી.  કેશોદ પોલીસે કુલ રૂ. 5,22,500 નો મુદામાલ કબજે
કરી જુદાં જુદાં સાત અનડીટેકટ ગુના ડીટેક્ટ કર્યા છે. આ શખસો ગ્રાહકના સ્વાગંમાં દુકાનમાં
જઈ વસ્તુઓ જોવા માંગતા અને એક શખસ વેપારીને વાતોમાં મશગુલ કરે તો અન્ય શખસ નજર ચુકવી
ખાનામાંથી દાગીના પર્સ સેરવી લઈ નાસી ચોરીને અંજામ આપતાં હતાં. કેશોદ સોની બજારમાં
બનેલી બે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતાં જ પોલીસના હાથે આબાદ ઝડપાઈ ગયા છે. ટોળકીના
અન્ય સભ્યોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
 
                            
                         
			   
                 
                                                                     
                     
                                     
                                    