• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

લાહોર ટેસ્ટમાં આફ્રિકા સામે પાક.નું પલડું થોડું ભારે 277 રનના વિજય લક્ષ્યાંક સામે આફ્રિકાના 2 વિકેટે 51

મેચના ત્રીજા દિવસે 16 વિકેટ પડી

લાહોર તા.14: પાકિસ્તાન અને પ્રવાસી ટીમ દક્ષિણ આફ્રિકા વચ્ચેનો પ્રથમ ટેસ્ટ રોમાંચક બન્યો છે. દ. આફ્રિકાને લાહોરના ગદાફી સ્ટેડિયમની ટર્નિંગ પિચ પર 277 રનનું પડકારરૂપ વિજય લક્ષ્યાંક મળ્યું છે. જે સામે ત્રીજા દિવસની રમતના અંતે આફ્રિકાના બીજા દાવમાં 2 વિકેટે પ1 રન થયા હતા. તેને હવે જીત માટે 226 રનની જરૂર છે. જયારે પાકિસ્તાનને 8 વિકેટની જરૂર છે. પિચ સ્પિનરોને યારી આપી રહી છે. આથી આફ્રિકા કરતા પાકિસ્તાનનું પલડું ભારે લાગી રહ્યંy છે. મેચના આજે ત્રીજા દિવસે કુલ 16 વિકેટ પડી છે.

આજે મેચના ત્રીજા દિવસે સવારે આફ્રિકાનો પહેલો દાવ 84 ઓવરમાં 269 રને સમાપ્ત થયો હતો. પાક.ના પહેલા દાવમાં 378 રન થયા હતા. આથી તેને 109 રનની નિર્ણાયક સરસાઇ મળી હતી. આફ્રિકા તરફથી ટોની ડિજોર્જીએ સદી ફટકારી હતી. તેણે 171 દડામાં 10 ચોક્કા-2 છક્કાથી 104 રનની ઈનિંગ રમી હતી. પાક. તરફથી સ્પિનર નોમાન અલીએ 6 અને સાજિદ ખાને 3 વિકેટ લીધી હતી.

આ પછી પાકિસ્તાનનો બીજા દાવમાં 46.1 ઓવરમાં 167 રનમાં ધબડકો થયો હતો. બાબર આઝમે સર્વાધિક 42 રન કર્યાં હતા. અબ્દુલ્લા શફીક 41 અને સઉદ શકીલ 38 રને આઉટ થયા હતા. આફ્રિકા તરફથી સ્પિનર સેનરન મુથુસામીએ પ અને સાઇમન હાર્મરે 4 વિકેટ લીધી હતી. મુથુસામીની મેચમાં કુલ 11 વિકેટ થઇ છે.

આફ્રિકાને વિજય માટે 277 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જવાબમાં બે વિકેટે પ1 રન કર્યાં હતા. કપ્તાન માર્કરમ 3 અને વિયાન મુલ્ડર ઝીરોમાં આઉટ થયા હતા. બન્ને વિકેટ નોમાન અલીએ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક