• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

અભિષેકનો ઝડપી 5000 રનનો રેકોર્ડ

અભિષેકની ઇનિંગ તાકાતથી નહીં ટાઇમિંગના આધારે આગળ વધે છે

નાગપુર, તા.22: ન્યુઝીલેન્ડ સામેના પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાના પાવર હિટિર અભિસિક્સ એટલે કે અભિષેક શર્માએ 8 છક્કાથી 84 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તે સૌથી ઓછા દડામાં ટી-20માં પ000 રન પૂરા કરનારો બેટર બન્યો હતો. તેણે 2829 દડામાં આ માઇલ સ્ટોને પહોંચીને વિન્ડિઝના આંદ્રે રસેલનો રેકોર્ડ તોડયો હતો. રસેલે અહીં સુધી પહોંચવા માટે 2942 દડાનો સામનો કર્યો હતો. પોતાની આક્રમક બેટિંગની સફળતા વિશે અભિષેક શર્માએ મેચ બાદ જણાવ્યું કે હું ખુદ પર ભરોસો રાખુ છું. મને ખબર છે કે મારી પાસે શોટની વિવિધતા નથી. મેચ અગાઉની મહેનત મને માનસિક રીતે તૈયાર કરવામાં મદદ કરે છે.

પોતાના પાવર હિટિંગ વિશેના સવાલ પર તેણે જણાવ્યું કે હું તાકાતથી બેટિંગ કરતો નથી, મારી બેટિંગ ટાઇમિંગના આધારે આગળ વધતી હોય છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે 2024 ટી-20 વિશ્વ કપ પછીથી અભિષેકના બેટમાંથી સૌથી વધુ સિકસર નીકળી છે. તેણે 33 ઇનિંગમાં 81 છક્કા ફટકાર્યાં છે. જે વિશ્વના કોઇ પણ બેટધરથી આ સમયગાળામાં ઘણા વધુ છે.

T-20માં ઝડપી 5000 રન

બેટર      દડા

અભિષેક શર્મા      2898

આંદ્રે રસેલ          2942

ટિમ ડેવિડ           3127

વિલ જેક            3196

ગ્લેન મેક્સવેલ     3239

ઇ-પેપરના નવા શુલ્ક