ચેમ્પિયન્સ ટ્રોફીના ભારતના મેચ દુબઇમાં
તો
અમારા મેચ શ્રીલંકામાં કેમ નહીં: BCB
ઢાકા3
તા.23: બાંગલાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)ના પ્રમુખ અમીનુલ ઇસ્લામે આઇસીસી ઉપર બેવડા
માપદંડનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું આઇસીસીએ વર્ષ 202પમાં ચેમ્પિયન્સ ટ્રોફીના
ભારતના મેચ દુબઇમાં રમવા માટેની મંજૂરી આપી હતી પરંતુ બાંગલાદેશ ટીમને ટી-20 વર્લ્ડ
કપના મેચ શ્રીલંકામાં આયોજિત કરવાની મંજૂરી આપતું નથી. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે
બાંગલાદેશ ભારતમાં રમાનાર ટી-20 વર્લ્ડ કપનો બહિષ્કાર જાહેર કરી ચૂક્યું છે. આ માટે
બીસીબીએ ખેલાડીઓની સુરક્ષાનો હવાલો આપ્યો છે.
બાંગલાદેશ
ટીમના ટી-20 વર્લ્ડ કપમાંથી ખસી જવાના નિર્ણયથી તેના જ દેશના ખેલાડીઓ નાખુશ છે. બીજી
તરફ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પણ જણાવી દીધું છે કે અમે બાંગલાદેશના વિશ્વ કપના મેચોની
યજમાની માટે અમે તૈયાર નથી. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે વર્લ્ડ કપના બોયકોટને
લીધે બીસીબીને લગભગ 240 કરોડ રૂપિયા (32પ કરોડ બાંગલાદેશી ટકા)નું નુકસાન થશે. આ રાશી
આઇસીસીના વાર્ષિક નફાની ફાળવણીમાંથી આવે છે. જે બીસીબીની વાર્ષિક આવકના 60 ટકાથી વધુ
છે. આ ઉપરાંત સ્પોન્સરશિપ, પ્રાઇઝ મની અને મેચ ફીમાંથી થનાર આવક પણ ગુમાવશે.
આ ઉપરાંત
ભારત સામેની આગામી તમામ દ્વિપક્ષી શ્રેણી અટકી પડશે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ટીમ ઇન્ડિયાનો
બાંગલાદેશ પ્રવાસ લગભગ રદ થશે. જેનું પણ નુકસાન બીસીબીએ સહન કરવું પડશે.