રણજી ટ્રોફીમાં ગિલ બીજા દાવમાં પણ નિષ્ફળ : 320 રનના વિજય લક્ષ્યાંક સામે પંજાબ ટીમ 125 રનમાં ઢેર
પ્લેયર
ઓફ ધ મેચ પાર્થ ભૂતની કુલ 10 વિકેટ
રાજકોટ,
તા.23 : અહીંના નિરંજન શાહ સ્ટેડિયમની ગ્રાઉન્ડ સીની ખતરનાક ટર્નિંગ પીચ પર ફકત બે
દિવસની અંદર પંજાબ સામે સૌરાષ્ટ્ર ટીમનો 194 રને શાનદાર વિજય થયો હતો. આ વિજયથી સૌરાષ્ટ્રને
6 પોઇન્ટ મળ્યા છે અને 6 મેચ પછી તેના ખાતામાં કુલ 19 પોઇન્ટ છે. આથી સૌરાષ્ટ્ર ટીમની
નોકઆઉટ રાઉન્ડની આશા જીવંત રહી છે. આજે મેચના બીજા દિવસે 320 રનના વિજય લક્ષ્યાંક સામે
પંજાબ ટીમનો 12પ રનમાં ધબડકો થયો હતો. પંજાબનો કપ્તાન અને સ્ટાર બેટર શુભમન ગિલ(24)
બીજી ઇનિંગમાં નિષ્ફળ રહ્યો હતો. પહેલાં દાવમાં તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. મેચમાં
કુલ 10 વિકેટ લેનાર સૌરાષ્ટ્રના ચાલાક સ્પિનર પાર્થ ભૂતને કુલ 10 વિકેટ મળી હતી. મેચના
પહેલા દિવસે 23 વિકેટ પછી બીજા દિવસે 27 વિકેટ પડી હતી.
આજે
મેચના બીજા દિવસે સૌરાષ્ટ્ર ટીમે લડાયક બેટિંગ પ્રદર્શન કરીને બીજા દાવમાં પ8.પ ઓવરમાં
286 રનનો સ્કોર બનાવ્યો હતો. જેમાં નાઇટ વોચમેન ધર્મેન્દ્ર જાડેજાના 27, અર્પિત વસાવડાના
23, રવીન્દ્ર જાડેજાના 46, પ્રેરક માંકડના પ6, હેત્વિક કોટકના 39 અને પાર્થ ભૂતના
37 રન મુખ્ય હતા. પંજાબ તરફથી હરપ્રિત બારે પ વિકેટ લીધી હતી. મેચમાં તેની કુલ 11 વિકેટ
થઈ હતી.
આ પછી
320 રનના વિજય લક્ષ્યનો પીછો કરી રહેલ પંજાબ ટીમ સૌરાષ્ટ્રના બે સ્પિનર પાર્થ ભૂત અને
ધમેન્દ્ર જાડેજાની જાળમાં આબાદ ફસાઈ હતી અને 39 ઓવરમાં 12પ રને ઢેર થઈ હતી. આથી સૌરાષ્ટ્રનો
194 રને વિજય થયો હતો. પાર્થને 8 રનમાં પ અને ધમેન્દ્રને પપ રનમાં પ વિકેટ મળી હતી.
રવીન્દ્ર જાડેજાને સફળતા મળી ન હતી. પંજાબના કપ્તાન ગિલ (14) સહિતના તમામ બેટધર નિષ્ફળ
રહ્યા હતા. ઉદય સહરને સર્વાધિક 31 રન કર્યા હતા.