દુબઇ, તા.6: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ટી-20 વર્લ્ડ કપ-2026ના પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ એવોર્ડ માટેના 8 નોમિનેટ ખેલાડીની સૂચિ આજે જાહેર કરી છે. આ સૂચિમાં ભારતીય ઓપનર સંજૂ સેમસનનું નામ સામેલ છે. તેણે સુપર-8 રાઉન્ડના નિર્ણાયક વિન્ડિઝ સામેના મેચમાં અણનમ 97 રન અને સેમિ ફાઇનલમાં 89 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.
પ્લેયર
ઓફ ધ ટૂર્નામેન્ટ એવોર્ડના અન્ય નોમિનેટ ખેલાડીઓમાં પાકિસ્તાની ઓપનર સાહિબઝાદા ફરહાન,
ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર વિલ જેકસ, આફ્રિકી બોલર લૂંગી એનગિડી, કેપ્ટન એડન માર્કરમ, કિવિઝ
ઓલરાઉન્ડર રચિન રવીન્દ્ર, વિકેટકીપર-બેટર ટિમ સિફર્ટ અને અમેરિકી બોલર શેડલી વાન સ્કાલવિક
સામેલ છે.
પાક.નો
સાહિબઝાદા ફરહાન આ એવોર્ડનો મુખ્ય દાવેદાર છે. તેણે બે સદીથી કુલ 383 રન 6 ઇનિંગમાં
કર્યાં છે. વિશ્વ કપમાં સૌથી વધુ રનનો રેકોર્ડ તેણે બનાવ્યો છે. એનગિડીએ 7 મેચમાં
12 વિકેટ લીધી છે. અમેરિકી બોલર સ્કાલવિકે 4 મેચમાં જ 13 વિકેટ લીધી હતી.