સીએનજી-પીએનજીની
કિંમત ઉછળવાની આશંકા : સપ્લાઈમાં 40 ટકા સુધીનો ઘટાડો
નવી
દિલ્હી, તા. 5 : ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધ દરમિયાન કતરે એક મોટી ઘોષણા
કરી છે. ઈરાનના જવાબી હુમલા વચ્ચે કતરે પોતાનું ગેસ લિક્વિફેક્શન ઓપરેશન પૂરી રીતે
બંધ કરવાનું એલાન કર્યું છે. શટડાઉનથી કતરના લિક્વિફાઈડ નેચરલ ગેસ પ્રોડક્શન ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ઉપર ગંભીર અસર પડશે. કતર દુનિયાના સૌથી મોટા એલએનજી એક્સપોર્ટરમાંથી એક છે. સૂત્રો
અનુસાર ફેસિલિટીઝ બંધ થયા બાદ તેને ફરીથી શરૂ કરવામાં પણ ઘણો સમય લાગી શકે છે.
પ્રોડક્શન
ફરીથી શરૂ થયા બાદ કતરને પૂરી ક્ષમતા સુધી પહોંચવામાં ઓછામાં ઓછા બે અઠવાડિયા થઈ શકે
છે. કતરના આ કદમથી ભારતમાં સીએનજી અને પીએનજીની કિંમતમાં વધારો થઈ શકે છે. ઈરાન ઉપર
હુમલા બાદ ભારતને ગેસ સપ્લાઈ કરનારો સૌથી મોટો દેશ કતર હતો. ભારત પોતાની જરૂરિયાતના
40 ટકા એલએનજી એટલે કે 2.7 કરોડ ટન ગેસ દર વર્ષે કતરથી આયાત કરે છે.
બહારના
દેશમાંથી આવતા એલએનજીને જ ગેસમાં બદલીને સીએનજી અને પીએનજી સપ્લાઈ કરવામાં આવે છે.
સપ્લાઈ થંભી જવાથી સિટી ગેસ કંપનીઓને ચેતવણી આપી છે કે જો સ્થિતિમાં સુધારો નહીં આવે
તો સીએનજી અને પીએનજીની કિંમતમાં વધારો થઈ શકે છે.