• શનિવાર, 07 માર્ચ, 2026

યુદ્ધનો સાતમો દિવસ : ઈરાનમાં કુલ 1332 મૃત્યુ

ઈરાને ખાડી દેશોમાં અમેરિકાનાં 20 મથકોમાં ભારે તબાહી મચાવી : લેબનોનમાં ઈઝરાયલનાં ઘાતકી હુમલા : ટ્રમ્પે કહ્યું, ઈરાન ધારણાંથી વહેલું ધ્વસ્ત

નવીદિલ્હી,તા.6: અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ખેલાઈ રહેલા ભીષણ યુદ્ધનાં આજે સાતમા દિવસે પણ ઈરાને ઈઝરાયલ ઉપર 22 ઘાતક મિસાઈલોની ખેપ દાગી દીધી હતી. આ ઉપરાંત કુવૈતમાં અમેરિકાનાં લશ્કરી મથક ઉપર પણ આત્મઘાતી ડ્રોનથી હુમલો બોલાવ્યો હતો. આ દરમિયાન અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખામેનીનાં પુત્રને તેમનો ઉત્તરાધિકારી માનવાનો ઈનકાર કર્યો છે. અત્યાર સુધીમાં અમેરિકા અને ઈઝરાયલનાં હુમલામાં ઈરાનમાં કુલ 1332 લોકોનાં મૃત્યુ થયા છે. આ સિવાય 1300 લોકો ઘવાયા છે. ઈરાનમાં 14 જેટલા મેડિકલ સેન્ટર અમેરિકા અને ઈઝરાયલનાં હુમલાની ચપેટમાં આવી ગયા છે. ઈરાનમાં અનેક ઠેકાણે પાણી અને વીજળીનાં પુરવઠા પણ ખોરવાઈ ગયા છે. ઈઝરાયલનો દાવો છે કે, ઈરાનમાં કુલ 300 મિસાઈલ લોન્ચરને તબાહ કરી નાખવામાં આવ્યા છે. તો સામે છેડે ઈરાનનો દાવો છે કે, કુવૈત, બહેરીન અને યુએઈમાં 20 અમેરિકી સૈન્ય મથકોમાં ભારે નુકસાન થયું છે.

ગુરુવારની રાતે પણ ઈરાનની રાજધાની તેહરાનમાં પ્રચંડ ધડાકા ગુંજતાં રહ્યાં હતાં. જેમાં રહેણાક વિસ્તારોમાં પણ બોમ્બ ફાટયા હોવાનું જાણવા મળે છે. ઈરાન ઉપરાંત ઈઝરાયલે લેબનોનમાં પણ સૈન્ય આક્રમણ શરૂ કર્યુ છે અને ઈઝરાયલનાં યુદ્ધ વિમાનોએ લેબનોનનાં દક્ષિણ અને પૂર્વ વિસ્તારોમાં અનેક ગામોને નિશાનમાં લીધા હતાં. તો ઈરાને પણ ખાડી દેશો ઉપર ઈઝરાયલનાં પાટનગર તેલ અવીવને મિસાઈલ અને ડ્રોન હુમલાથી ધણધણતા રાખ્યા છે. દરમિયાન અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઈરાન ધારણાં કરતાં વહેલું ધ્વસ્ત થઈ રહ્યું છે. તેમણે આગળ દાવો કર્યો હતો કે, ઈરાન પાસે હવે કોઈ હવાઈ રક્ષા કે વાયુદળ બચ્યા નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ડે/નાઇટ ટેસ્ટમાં ભારતીય મહિલા ટીમ 198 રને ઓલઆઉટ ઓસ્ટ્રેલિયાના 3 વિકેટે 96 : હજુ 102 રન પાછળ March 07, Sat, 2026