BCCIનો વર્ષ 2025નો બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર એવોર્ડ હાંસલ કર્યો
નવી
દિલ્હી, તા.16: ટીમ ઇન્ડિયાના વન ડે કેપ્ટન શુભમન ગિલે 2027ના વન ડે વર્લ્ડ કપને અલ્ટીમેટ
ગોલ બતાવ્યો હતો. ખાસ કરીને 2023માં ભારતીય ટીમ ખિતાબ જીતવાની નજીક હતી અને ફાઇનલમાં
ઓસ્ટ્રેલિયા સામે આંચકારૂપ હાર સહન કરી હતી.
બીસીસીઆઇના
નમન એવોર્ડ સમારોહમાં 202પના બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટ જાહેર થનાર શુભમન ગિલે એન્કર
હર્ષા ભોગલે સાથેની વાતચીતમાં જણાવ્યું કે 2027 વન ડે વિશ્વ કપ એવું લક્ષ્ય છે, જે
હરહાલમાં હાંસલ કરવું જ છે. અમે પાછલી વખત ઘણા નજીક આવી ગયા હતા. ત્યારે ફાઇનલ ભારતમાં
રમ્યા હતા. હવે સાઉથ આફ્રિકામાં અમને વધુ એક મોકો મળશે. જે અમારા માટે શાનદાર તક છે.
કોઇ પણ ફોર્મેટમાં દેશ માટે વિશ્વ કપ જીતવો અંતિમ લક્ષ્ય હોય છે. આ બધું મારા મગજમાં
સતત ચાલ્યા કરતું હોય છે.