લાહોર, તા.22 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ આજે એક મોટો નિર્ણય લીધો છે. આ વખતે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ના મેચ દર્શકો વિના રમાશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ તનાવ અને પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલ હુમલાઓને ધ્યાને રાખીને પીસીબીએ આ નિર્ણય લીધો છે. પીસીબીએ સફાઇ આપી છે કે ખેલાડીઓ અને દર્શકોની સુરક્ષાને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પીએસએલની
શરૂઆત 26 માર્ચથી થવાની છે. આ વખતે ફક્ત બે શહેર કરાચી અને લાહોરમાં જ તમામ મેચ રમાશે.
પહેલા 6 શહેર પસંદ થયા હતા. આ ઉપરાંત પીએસએલનો ઉદ્ઘાટન સમારંભ પણ યોજાશે નહીં. પીસીબી
ચીફ નકવીએ એવી શેખી કરી છે કે પીએસએલ એક ઇન્ટરનેશનલ બ્રાંડ છે. પીએમ શાહબાજ શરીફ સાથેની
બેઠક બાદ સુરક્ષા કારણોસર આ ફેંસલો લેવામાં આવ્યો છે. તમામ દર્શકોને 72 કલાકની અંદર
ટિકિટના રીફન્ડ મળી જશે.