કોલંબો તા.22: શ્રીલંકાના ખેલાડીઓને આઇપીએલ-2026 સીઝનનો હિસ્સો બનવા માટે ફિટનેસ ટેસ્ટ કલીયર કરવા પડશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ તરફથી એનઓસી મળ્યા બાદ જ લંકન ખેલાડીઓ આઇપીએલમાં ભાગ લઇ શકશે. આઇપીએલની સીઝન શરૂ થવાના એક સપ્તાહ અગાઉ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ નિર્ણય લીધો છે.
શ્રીલંકાના
કેટલાક ખેલાડી વાનિંદુ હસારંગા (એલએસજી), નુવાન તુષારા (આરસીબી), મહિશા પથિરાના (કેકેઆર),
ઇશાન મલિંગા (એસઆરએચ) એક-બે દિવસમાં ભારત આવી રહ્યા છે. આ ખેલાડીઓએ હજુ ફિટનેસ ટેસ્ટ
પાસ કર્યાં નથી. જયારે દુશમંતા ચમિરા અને પથૂમ નિસંકા (બન્ને ડીસી) અને કામિન્ડુ મેન્ડિસ
(એસઆરએચ)એ તેમના ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધા છે. આથી તેમને આઇપીએલ રમવાની મંજૂરી મળી
ગઇ છે. હસારંગા અને પથિરાના ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા.