• રવિવાર, 22 માર્ચ, 2026

અફઘાનના ઘા ઉપર મલમ લગાવતું ભારત

પાક. સામે ઘર્ષણ વચ્ચે ભારતે અફઘાનિસ્તાન મોકલી 2.પ ટન ચિકિત્સા સામગ્રી

નવીદિલ્હી, તા.21: અફઘાનિસ્તાનમાં કાબુલનાં એક નશામુક્તિ કેન્દ્ર ઉપર પાકિસ્તાને કરેલા ઘાતક વિનાશકારી હવાઈ હુમલા બાદ માનવીય પ્રતિક્રિયા અંતર્ગત ભારે અફઘાનિસ્તાનમાં 2.પ ટન જેટલી આપાતકાલીન ચિકિત્સા સહાયતા મોકલી છે. આ સહાયની ખેપમાં જીવનરક્ષક દવાઓ, મેડિકલ ડિસ્પોઝેબલ કિટ અને અન્ય ચિકિત્સા ઉપકરણોનો સમાવેશ થાય છે.

ભારતે પાકિસ્તાન સામેનાં ઘર્ષણમાં આ મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાનનાં નાગરિકો સાથે પોતાનું સમર્થન દર્શાવ્યું છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પોસ્ટમાં આની જાણકારી આપતા લખ્યું હતું કે, 16 માર્ચે થયેલા જઘન્ય હુમલામાં ઘાયલોનાં ઈલાજમાં સહાયતા માટે ભારતે કાબુલને 2.પ ટન ઈમરજન્સી દવાઓ અને અન્ય સાધન-સામગ્રીઓ મોકલી છે. ભારત અફઘાન નાગરિકોનાં સમર્થનમાં ઉભું છે અને માનવીય સહાયતા આપવાનું જારી રાખશે.  ઉલ્લેખનીય છે કે, પાક. તરફથી કાબુલમાં કરવામાં આવેલા 16 માર્ચનાં હુમલામાં 400થી વધુ લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં અને 2પ0થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક