• સોમવાર, 23 માર્ચ, 2026

‘િવકાસ કાર્યોને જમીન પર ઉતારવા માટે સરકાર સંપૂર્ણ મદદ માટે પ્રતિબધ્ધ’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ અમરેલી એ.પી.એમ.સી. ખાતે વિશાળ જનસભા સંબોધી : નાગરિકોને 707 કરોડના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપી

અમરેલી તા.22: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાની આંતરમાળખાકીય સુવિધાઓને વેગ આપતા અને જન સુખાકારીના 700થી વધુ કરોડના 24 વિકાસ કાર્યોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે જનપ્રતિનિધિઓએ ટીમ બનીને સુવ્યવસ્થિત વિકાસના કામોનું આયોજન કર્યું છે, તેના પરિણામે જ એક સાથે આટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે આયોજનબદ્ધ વિકાસ કાર્યો થાય તે જરૂરી છે, સાથે જ શહેરોમાં જે સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે તેટલી જ ગ્રામ્ય વિસ્તારમાં આપવા માટે ભાર મૂક્યો હતો. આજે ગુજરાતમાં નાણાંના અભાવે વિકાસનું કોઈ પણ કાર્ય અટકતું નથી. મુખ્યમંત્રીએ વિકાસ કાર્યોને જમીન પર ઉતારવા માટે સરકાર સંપૂર્ણ મદદ માટે પ્રતિબધ્ધ છે, સાથે જ તેમણે વિકાસ કાર્યો માટે જન પ્રતિનિધિઓમાં રહેલા ઉત્સાહને વધાવ્યો હતો.  

મુખ્યમંત્રીએ અમરેલી જિલ્લાની પ્રગતિને નવી દિશા આપતા પ્રજાલક્ષી વિકાસ કાર્યોની ભેટ આપી અમરેલી એ.પી.એમ.સી. ખાતે વિશાળ જનસભા સંબોધી હતી. સાથે જ ખેડૂતોના ઉત્પાદનોના રક્ષણ માટે રૂપિયા 12 કરોડના ખર્ચે બે લાખ ચોરસ ફૂટમાં નિર્મિત ‘િવરાટશેડનું તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું. વધુમાં સીએમએ જણાવ્યું કે અમરેલી જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ માટે એક નવી તત્પરતા પણ જોવા મળી રહી છે, તાજેતરમાં યોજાયેલી સૌરાષ્ટ્ર રીજનલ વાઇબ્રન્ટ સમિટમાં માત્ર અમરેલી જિલ્લાના વિકાસ માટે જુદા જુદા પ્રોજેક્ટમાં રોકાણ અર્થે આશરે 36,000 કરોડના એમ.ઓ.યુ પણ થયા છે. ઉપરાંત એક નવી જી.આઈ. ડી.સી પણ મંજુર કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર ઉદાર હાથે જોઈએ તેટલા નાણા આપશે. આ માટે જિલ્લાની વિકાસ કામોનું સુવ્યવસ્થિત આયોજન સાથે ગુણવત્તાયુક્ત કામ થાય તેની તકેદારી લઈ વિકાસ યાત્રાને આગળ ધપાવવા માટે અપીલ કરી હતી.

ઊર્જા અને કાયદો મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને ઉદાર હાથે વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાઈ છે, તેમના નેતૃત્વમાં કંડારેલી વિકાસની કેડીને મુખ્યમંત્રી આગળ ધપાવી રહ્યા છે. આજે મુખ્યમંત્રીના હસ્તે 270 કરોડથી વધુના ખર્ચે રિંગ રોડનું ખાતમુહૂર્ત અને અમરેલી રીવરફ્રન્ટ માટે 50 કરોડના આયોજન સામે વધુ થતા ખર્ચને મંજૂર કરી 70 કરોડની મંજૂરી આપી છે.

અમરેલી એ.પી.એમ.સી. પધારેલા નિકોલના ધારાસભ્ય જગદિશ વિશ્વકર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરંભેલી અને મુખ્યમંત્રીએ આગળ ધપાવેલી વણથંભી વિકાસયાત્રા પૈકી સૌરાષ્ટ્રની પાયાની સમસ્યા પાણી અને સિંચાઈના વિકાસી ગાથા વર્ણવી હતી.આ પ્રસંગે અમરેલી ખાતે નિકોલના ધારાસભ્ય જગદિશ વિશ્વકર્માનું ટીમ અમરેલી વતી 1,11,111 નોટબૂકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વકર્માએ આ નોટબૂકનું વિતરણ જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને કરવા માટે જણાવ્યું હતું.  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી સ્થિત ત્રિમંદિરમાં શ્રી સીમંધર સ્વામી અને અન્ય દેવતાઓના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યનાં વિકાસ અને પ્રગતિ માટે મંગલ કામના કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક