ભારતને વધુ પુરવઠો મળ્યો; સાત દિવસમાં પાંચ જહાજ ગેસ-તેલ લઈ આવ્યા
બેંગલોર,
તા. 22 : ‘મહાયુદ્ધ’થી સર્જાયેલું ઊર્જા સંકટ હળવું કરવાના સરકારના પ્રયાસો વચ્ચે અમેરિકાના
ટેકસાસથી રવિવારે ઘરેલુ ગેસ (એલપીજી) લઈને એક જહાજ મેંગ્લોર પોર્ટ પહોંચ્યું હતું.
બીજીતરફ,
રશિયાથી એક જહાજ ક્રૂડતેલ સાથે ભારત પહોંચી આવ્યું છે. છેલ્લા સાત દિવસમાં લગભગ પાંચ
જહાજ રાંધણગેસ અને ક્રૂડતેલ સાથે ભારતમાં પહોંચ્યા છે.
ઉલ્લેખનીય
છે કે, ફારસની ખાડીમાં હજુ પણ લગભગ 22 ભારતીય જહાજ ફસાયેલાં છે. જો કે, એ તમામ સુરક્ષિત
છે. ફારસની ખાડીમાં મોજૂદ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સૌથી મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાં
સામેલ છે. જ્યાંથી દુનિયાભરને 20 ટકા તેલ પહોંચાડાય છે. અગાઉ 16મી માર્ચના શિવાલિક
જહાજ કતરથી 46 હજાર મેટ્રિક ટન રાંધણગેસ લઈને ગુજરાતમાં મુંદરા પહોંચ્યું હતું. ત્યારબાદ,
17 માર્ચના નંદાદેવી જહાજ 46 હજાર મેટ્રિક ટન એલપીજી સાથે ગુજરાતના જ જામનગર બંદર પર
પહોંચ્યું હતું. બીજા દિવસે 18 માર્ચના ‘જગલાડકી’ જહાજ યુએઈથી 80,886 મેટ્રિક ટન તેલ
સાથે ગુજરાતના મુંદરા બંદરે પહોંચ્યું હતું.