• સોમવાર, 23 માર્ચ, 2026

આસામમાં પોલીસ કમાન્ડો કેમ્પ ઉપર હુમલો : ચારને ઈજા

ઉલ્ફા ઉગ્રવાદીઓએ કેમ્પ ઉપર પાંચ આરબીજી છોડયા અને ગોળીબાર કર્યો

નવી દિલ્હી, તા. 22 : આસામના તિનસુકિયા જિલ્લામાં રવિવારે મોટો ઉગ્રવાદી હુમલો થયો હતો. જેમાં પોલીસ કમાન્ડો કેમ્પ ઉપર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. અધિકારીઓએ માહિતી આપી હતી કે હુમલામાં ચાર જવાનને ઈજા પહોંચી છે. જાણકારી અનુસાર ઉલ્ફા ઉગ્રવાદીઓએ હુમલાને અંજામ આપ્યો હતો. હુમલો શનિવાર-રવિવારની રાત્રે થયો હતો અને અંદાજિત 20 મિનિટ સુધી ચાલ્યો હતો. કેમ્પમાં રહેલા અધિકારીએ કહ્યું હતું કે મોર્ટરથી હુમલો કરાયાની શંકા છે.

હુમલો લેખાપાની પોલીસ સ્ટેશનની જગુન ચોકી હેઠળના ક્ષેત્રમાં આવતી શિબિર ઉપર થયો હતો. જે આસામ-અરુણાચલ પ્રદેશ સરહદ નજીકનું એક સંવેદનશીલ સ્થળ છે. અધિકારીઓએ કહ્યું હતું કે, ઓછામાં ઓછા પાંચ આરપીજી શિબિર ઉપર છોડવામાં આવ્યા હતા. જેમાં ચાર કેમ્પની અંદર ફૂટયા હતા. ધડાકા બાદ ગોળીબાર પણ થયો હતો. ઘાયલ કમાન્ડોનો વર્તમાન સમયે કેમ્પમાં જ ઈલાજ કરવામાં આવી રહ્યો છે. આ મામલે અધિકારીઓ તરફથી હજી સુધી નુકસાન અંગે કોઈ વિસ્તૃત માહિતી જાહેર કરવામાં આવી નહોતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક