• રવિવાર, 12 એપ્રિલ, 2026

આજે લખનઉ અને ગુજરાત વચ્ચે ટક્કર

- જીતના ટ્રેક ઉપર ચડેલાં ગુજરાત સામે લય જાળવવાનો પડકાર : લખનઉ સતત ત્રીજી માટે મેદાનમાં ઉતરશે

 

નવી દિલ્હી, તા. 11 : આઇપીએલ 2026ના મેચ નંબર 19માં લખનઉ સુપર જાયન્ટ્સનો સામનો એક વખતની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ રવિવારના આઇપીએલ ડબલ હેડરનો પહેલો મુકાબલો હશે. જે બપોરે 3.30 વાગ્યે લખનઉના ઇકાના સ્ટેડિયમમાં રમાશે.

બન્ને ટીમ પોતાનો અગાઉનો મેચ જીતી ચૂકી છે. તેવામાં દર્શકોને રોમાંચક ટક્કર જોવા મળી શકે તેવી સંભાવના છે. ઈકાના સ્ટેડિયમની પીચ અન્ય જગ્યાની તુલનાએ થોડો ધીમી છે.જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ બેટ્સમેનો માટે પીચ આકરી બને છે. નવા બોલમાં ફાસ્ટ બોલરો માટે સ્વિંગમાં મદદ મળી શકે છે. જો કે વચ્ચેની ઓવરોમાં સામાન્ય રીતે સ્પિનરો હાવી રહે છે.

લખનઉ અને ગુજરાતે આઇપીએલ 2026માં 3-3 મેચ રમ્યા છે. જેમાં ગુજરાતને બેમાં હાર અને એક જીત મળી છે જ્યારે લખનઉ એક મેચ હાર્યું છે અને બે જીત્યું છે. ગુજરાતને પહેલા બે મેચમાં પંજાબ અને રાજસ્થાન સામે હાર મળી હતી. બાદમાં દિલ્હી સામે એક રને રોમાંચક જીત થઈ હતી. લખનઉને પહેલા મેચમાં દિલ્હી સામે હાર મળી હતી. જો કે બાદમાં હૈદરાબાદ અને કોલકાતા સામે જીત સાથે લય મેળવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક