-આજે 7.30 વાગ્યે મુકાબલો : મુંબઈની ફોર્મમાં પરત આવવા કવાયત
નવી
દિલ્હી, તા. 11 : આઈપીએલનો 20મો મુકાબલો આવતીકાલે રવિવારે મુંબઈ અને બેંગલોર વચ્ચે
રમાશે. જેમાં બે દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટક્કર જોવા મળશે. આ મુકાબલો
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 7.30 વાગ્યાથી શરૂ થશે.
આઈપીએલ
2026ની વાત કરવામાં આવે તો આરસીબીએ ટૂર્નામેન્ટના ઓપનિંગ મેચમાં હૈદરાબાદ સામે જીત
મેળવી હતી. બાદમાં ચેન્નઈ સામે પણ જીત નોંધાવીને પ્રદર્શન સાબિત કર્યું હતું. જો કે
ત્રીજા મેચમાં રાજસ્થાનના તોફાન સામે હાર મળી હતી. આમ બેંગલોરની ટીમ અત્યારસુધીમાં
ત્રણ મેચમાં બેમાં જીત અને એકમાં હારનો સામનો કરી ચૂકી છે.
મુંબઈની
વાત કરવામાં આવે તો મુંબઈએ પોતાના પહેલા મેચમાં જીત મેળવી હતી. જેમાં કોલકાતા સામે
ટક્કર હતી. જો કે બાદના બન્ને મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. દિલ્હી અને રાજસ્થાન
બન્ને ટીમ સામે મુંબઈ જીતી શક્યું નહોતું. જેમાંથી એક મેચ વરસાદનાં કારણે 11-11 ઓવરનો
કરાયો હતો.
બન્ને
ટીમ વચ્ચે અંતિમ આઇપીએલ મુકાબલો ગત સીઝનમાં વાનખેડેમાં જ રમાયો હતો. જેમાં આરસીબીએ
221 રનનો સ્કોર ડિફેન્સ કરીને 12 રને જીત મેળવી હતી. મુકાબલામાં વિરાટ કોહલીએ 42 બોલમાં
67 રન અને રજત પાટીદારે 32 બોલમાં 64 રન કર્યા હતા.