ચેન્નાઇ, તા.10: સીઝનની પહેલી જીત માટે આતુર ચેન્નાઇ સુપર કિંગ્સ શનિવારના બીજા આઇપીએલ મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો કરશે. આ મેચમાં સીએસકેના નવા સિનિયર બેટર સંજૂ સેમસન અને કપ્તાન ઋતુરાજ ગાયકવાડ પર સારો દેખાવ કરવાનું દબાણ રહેશે. આ બન્ને ટીમના સૂત્રધાર છે, પણ શરૂઆતના ત્રણ મેચમાં તેઓ નિષ્ફળ રહ્યા છે. જે સીએસકે ટીમને ભારે પડી રહ્યા છે. જો કે ટીમ માટે સારી વાત એ છે કે આફ્રિકી બેટર ડેવાલ્ડ બ્રાવિસ ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સ 3 મેચમાં 2 જીત મેળવી ચૂકી છે. પાછલા મેચમાં તેનો ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ અંતિમ દડે 1 રને આંચકારૂપ પરાજય થયો હતો.
સીએસકે
ઇલેવનમાં બ્રાવિસની ગેરહાજરીથી સંતુલન પ્રભાવિત થયું હતું. તે હવે દિલ્હી કેપિટલ્સ
સામેના મેચથી વાપસી કરશે. જો કે ધોનીના રમવા પર હજુ સુધી ચિત્ર સાફ થયું નથી. જે પગની
ઇજાને લીધે એક પણ મેચ રમ્યો નથી. સીએસકેના બોલરના પ્રદર્શનમાં સુધારાની જરૂર છે. ખાસ
કરીને ડેથ ઓવર્સમાં તેના બોલર્સ ઘણા રન લૂંટાવી રહ્યા છે. ખલિલ અહમદ સિવાયના બાકીના
બોલર્સે પ્રતિ ઓવર 12થી વધુ રન આપ્યા છે.
દિલ્હી
કેપિટલ્સ ટીમ પાછલા મેચમાં મિલરની ભુલથી 1 રને ટાઇટન્સ સામે હારી હતી. અક્ષર પટેલની
ટીમ આ હારમાંથી ઘણી શિખ લીધી છે અને તે ફરી વિજયક્રમ પર પાછા ફરવા કમર કસી રહી છે.
આ ટીમની કમજોર કડી નીતિશ રાણા સહિતના મધ્યક્રમના બેટધરો છે. હૈદરાબાદ-ચેન્નાઇનો મેચ
શનિવારે સાંજે 7-30થી શરૂ થશે.