• રવિવાર, 12 એપ્રિલ, 2026

પેન્શનધારકોને રાહત : DRનાં દર DA સમાન હોવા જરૂરી

- સુપ્રીમ કોર્ટે કરેલી સ્પષ્ટતા : મોંઘવારી સેવારત કર્મચારી અને પેન્શનધારક બન્નેને એકસમાન પ્રભાવિત કરે છે

 

નવી દિલ્હી, તા.11: પેન્શનધારકોનાં હિતમાં સુપ્રીમ કોર્ટ તરફથી એક મોટો રાહતકારી ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કેર્ટે કેરળ સરકાર વિરુદ્ધ વિજયકુમારનાં કેસમાં સ્પષ્ટ કરી દીધું છે કે, રાજ્ય સરકારો પેન્શનધારકોને આપવામાં આવતી મોંઘવારી રાહત(ડીઆર)નો દર કાર્યરત કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા(ડીએ) કરતાં ઓછો રાખી શકે નહીં.

કોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે, કાર્યરત કર્મચારીને 14 ટકા ડીએ અને પેન્શનધારકોને 11 ટકા ડીઆર આપવું અનુચ્છેદ 14નું ઉલ્લંઘન છે. અદાલતે એવું પણ સ્પષ્ટ કર્યુ હતું કે, મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બન્નેનો ઉદ્દેશ એકસમાન જ છે. બન્ને વધતા ભાવ અને જીવન નિર્વાહમાં મદદ માટેની

વ્યવસ્થા છે.

સુપ્રીમ કોર્ટે આ ફેંસલામાં એક અત્યંત મહત્ત્વની ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, એમાં કોઈ વિવાદ નથી કે મોંઘવારી સેવારત અને સેવાનિવૃત બન્ને કર્મચારીઓને સમાન રીતે જ પ્રભાવિત કરે છે. એટલે ડીએ અને ડીઆરનાં વૃદ્ધિદરમાં તફાવત રાખવાનો કોઈ તર્કસંગત આધાર નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક