નવી દિલ્હી, તા. 10 : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું.જેને સંકલ્પ પત્ર નામ આપવામાં આવ્યું છે. આ ઘોષણાપત્રમાં ભાજપની સરકાર બને તો છ મહિનામાં યુસીસી લાગુ કરવા, દરેક પોલીસ સ્ટેશનમાં નારી ડેસ્ક, મહિલા અને બેરોજગારોને રોકડ સહાય વગેરે વચનો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાજપની સરકાર બનશે તો સાતમા પગાર પંચનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અમિત શાહે ઘોષણાપત્રના માધ્યમથી
બંગાળની જનતાને વચન આપ્યું હતું કે, રાજ્યમાં ભાજપની સરકાર નશે તો ઘૂસણખોરોની ઓળખ કરવામાં
આવશે અને દેશનિકાલ થશે. ગૌ તસકરીને રોકવામાં આવશે તેમજ બંગાળની સરહદોને સીલ કરવામાં
આવશે. આ ઉપરાંત સરકાર બન્યાના છ મહિનામાં યુસીસી લાગુ કરવામાં આવશે.