મુંબઈ, તા.19 : બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરનો કાર્યકાળ એક વર્ષ વધાર્યો છે. આ ફેંસલો 2027ના વન ડે વિશ્વ કપને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જેથી પસંદગી પ્રક્રિયામાં સ્થિરતા જળવાઈ રહે. અગરકરનો કાર્યકાળ હવે જૂન 2027 સુધી થયો છે. જો કે વન ડે વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં રમાવાનો છે. આથી વિશ્વ કપના અગાઉ પણ અગરકરનો કાર્યકાળ વધશે તેવી પૂરી સંભાવના છે.
મુખ્ય
પસંદગીકાર અજીત અગરકરનાં નેતૃત્વમાં ઓક્ટોબર 2023થી માર્ચ 2026 દરમિયાન ભારતીય ટીમે
ચાર આઇસીસી ટૂર્નામેન્ટના ફાઇનલ રમ્યા છે અને ત્રણ ટ્રોફી જીતી છે. જેમાં બે ટી-20
વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી છે.
બીસીસીઆઇના
એક અધિકારીએ જણાવ્યું છે કે અગરકરે કરાર વધારાની માગ કરી ન હતી, પણ બોર્ડે નિર્ણય લીધો
છે. આથી એમ કહી શકાય કે ચીફ સિલેક્ટર અગરકરનો કોન્ટ્રાક્ટ રિન્યુ થયો છે.
અત્રે
એ ઉલ્લેખનીય રહેશે કે હેડ કોચ ગૌતમ ગંભીરનો કાર્યકાળ પણ 2027 વન ડે વિશ્વ કપ સુધી લંબાવવામાં
આવે તેવી સંભાવના છે.