માર્ચમાં પેટ્રોલ-ડીઝલનાં વેચાણમાં જબરદસ્ત ઉછાળો : તંગીના ફફડાટમાં થયેલી વધુ ખરીદી
નવીદિલ્હી, તા.19 : મિડલ ઇસ્ટમાં
યુદ્ધવિરામનાં કારણે લડાઈ તો અટકેલી છે પણ હોર્મુઝ જળમાર્ગ માટે તનાવ હજી પણ બરકરાર
છે. જેના હિસાબે એલપીજીનું સંકટ ઘેરાયેલું છે. આમાં ભારતમાં માર્ચ માસમાં એલપીજીની
ખપત આશરે 13 ટકા જેટલી ઘટી ગઈ હતી.
અમેરિકા અને ઈરાન તનાવ ઘટાડવાનું
નામ લઈ રહ્યાં નથી. એકબાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાન
હોર્મુઝને હથિયાર બનાવીને દુનિયા અને અમેરિકાને બ્લેકમેઇલ કરી શકે નહીં. તો ઈરાને પણ
હોર્મુઝને એકવાર ખોલવાની ઘોષણા કર્યા બાદ વલણ રાતોરાત બદલી નાખ્યું અને પરિવહનને ફરીથી
મજબૂતીથી ખોરવી નાખ્યું છે. જેને પગલે દુનિયાના અનેક દેશોમાં ઓઇલ અને ગેસનું સંકટ પેદા
થયેલું છે.
આમાં ભારતની વાત કરવામાં આવે
તો ખાસ કરીને એલપીજીની કટોકટી વર્તાઈ રહી છે. પુરવઠો ખોરવાતા માર્ચમાં ભારતમાં રાંધણગેસની
ખપત 13 ટકા જેટલી ઘટી હતી. માર્ચમાં એલપીજીનો વપરાશ 2.379 મિલિયન ટન રહ્યો હતો. જે
ગત વર્ષે આ સમાન સમયગાળામાં 2.729 મિલિયન ટન હતો. ભારત એલપીજીની આવશ્યકતામાંથી 60 ટકા
ગેસ આયાત કરે છે. જેનો અધિકાંશ હિસ્સો હોર્મુઝના માર્ગેથી આવે છે.
ઓઇલ મંત્રાલયના જણાવ્યા અનુસાર
માર્ચમાં ઘરેલું ગ્રાહકોને વેચવામાં આવેલાં એલપીજી સિલિન્ડરની સંખ્યા 8.1 ટકા જેટલી
ઘટી હતી જ્યારે બિનઘરેલુ વપરાશકારોને વેચાયેલાં સિલિન્ડરની સંખ્યામાં તો 48 ટકાનો તોતિંગ
ઘટાડો થયો હતો. એટલે કે કોમર્શિયલ ગેસના વપરાશમાં ઘટાડાનાં કારણે દેશમાં ઔદ્યોગિક ગતિવિધિ
પણ ધીમી પડી હતી.