બે જહાજ પર ગોળીબાર બાદ ભારતે કહ્યું, પરિણામ ભોગવવાં પડશે; ભારત કોઇ ટોલ નહીં આપે
નવી
દિલ્હી, તા. 19 : હોર્મુઝમાં ભારતીય જહાજો પર ગોળીબાર થતાં નારાજ બનેલાં ભારતે ઇરાનને
ચેતવણી આપી હતી કે, હવે આવા હુમલા જહાજો પર થશે તો ગંભીર પરિણામ ભોગવવાં પડશે. એવું
સમજાઇ રહ્યું છે કે, ભારતમાં ઇરાની દૂતાવાસ અને ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ (આઇઆરજીસી)
વચ્ચે આ ઘટના અંગે મતભેદ છે. આઇઆરજીસી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરથી પસાર થતાં તમામ જહાજો
પાસેથી ટોલ વસૂલે છે, પરંતુ ભારતીય અધિકારી આવી માંગ માનવા તૈયાર નથી. બે ભારતીય જહાજો
પર ઇરાની નૌકાદળના ગોળીબારની ઘટના એવા સમયે બની છે, જ્યારે ઇરાની યુદ્ધ જહાજ આઇરીસ
લવાન હજુ પણ કોચી બંદર પર પડયું છે. એ ઇરાની જહાજ ભારત પાસે શરણ માગીને આવ્યું હતું.
જહાજના 183માંથી 120 સભ્યોને સુરક્ષિત ઇરાન મોકલી દેવાયા છે.
અહેવાલો
અનુસાર, ઇરાન હોર્મુઝથી પસાર થતાં જહાજો પાસેથી ટેકસ વસૂલે છે, પરંતુ એક ભારતીય અધિકારીએ
કહ્યું હતું કે, ભારત કોઇ જાતનો ટોલ નહીં આપે. લાખો બેરલ ક્રૂડ તેલ લાવતાં ભારતનાં
બે મોટાં જહાજો પર ગોળીબાર જેવી હરકતનાં પરિણામ ભોગવવાં પડશે એવી ચેતવણી ભારતે ઇરાનને
આપી છે.
---------------
ઈરાનને
અફસોસ : સંબંધોને ઘનિષ્ઠ ગણાવ્યા
એક
જહાજે હોર્મુઝ ખાડી પાર કરી : ચાર જહાજ ગોળીબારનાં કારણે પાછા વળી ગયા
નવીદિલ્હી,
તા.19: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ઓઈલ લઈને નીકળી
રહેલા બે ભારતી જહાજો ઉપર ઈરાની દળોનાં ગોળીબાર બાદ ભારતે સખત નારાજગી સાથે ઈરાની રાજદૂત
મોહમ્મદ ફથાલીને તેડું મોકલીને સુરક્ષાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ભારતની નારાજગીનાં
પગલે ઈરાને પીછેહઠ કરવી પડી છે અને સંબંધોનો હવાલો આપતાં કહ્યું હતું કે, ભારત અને
ઈરાનનાં સંબંધો ઘનિષ્ઠ છે.
ભારતમાં
ઈરાનનાં સુપ્રીમ લીડર મુઝ્તબા ખામેનીનાં પ્રતિનિધિ ડૉ.અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ કહ્યું
હતું કે, ઈરાન અને ભારતનાં સંબંધો ખુબ જ મજબૂત છે અને ભારતીય જહાજો ઉપર હુમલાની કોઈ
જાણકારી તેમની પાસે નથી. જો કે તેમણે ધરપત આપી હતી કે, બધું જલ્દી ઠીક થઈ જશે અને આ
બાબતનો પણ ઉકેલ આવી જશે.
શનિવારે
બનેલી ગોળીબારની ઘટનાની વાત કરવામાં આવે તો ભારતીય ઝંડાવાળું એક જહાજ હોર્મુઝ પાર કરવામાં
સફળ થઈ ગયું હતું. જ્યારે અન્ય 4 જહાજને પરત ફરવું પડયું હતું. જે જહાજે હોર્મુઝને
સફળતાપૂર્વક પસાર કર્યુ તેનું નામ દેશ ગરિમા હતું. જ્યારે પાછા વળી ગયેલા જહાજોમાં
સનમાર હેરાલ્ડ, દેશ વૈભવ, દેશ વિભોર અને જગ અર્ણવનો સમાવેશ થાય છે. આમ, માર્ચની શરૂઆતથી
અત્યાર સુધીમાં 10 ભારતીય જહાજોએ હોર્મુઝ પાર કર્યુ છે.
ભારતીય
જહાજ ઉપર શનિવારે ગોળીબારની ઘટનાને પગલે હોર્મુઝ ક્ષેત્રમાં તનાવ વ્યાપી ગયો હતો. આ
ઘટનાનો એક ઓડિયો પણ બહાર આવ્યો છે. જેમાં ભારતીય કેપ્ટન ઈરાની નૌસેનાને તેની હરકત માટે
ઝાટકતા સંભળાય છે. સનમાર હેરાલ્ડ જહાજનાં કેપ્ટન મોટેથી બૂમ પાડીને ઈરાની નૌસેનાને
કહે છે કે, તમે જ આ જહાજને ક્લીયરન્સ આપેલું છે. તો પણ ગોળીબાર કરવામાં આવી રહ્યાં
છે.