• સોમવાર, 20 એપ્રિલ, 2026

ઙખ મોદીના રાષ્ટ્રજોગ સંબોધન સામે ચૂંટણી પંચમાં ફરિયાદ

ઈઙઈં નેતાએ કહ્યું, આચારસંહિતાનો ભંગ થયો, મોદીએ સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો : ખડગે

નવી દિલ્હી, તા. 19 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાષ્ટ્રનાં નામે સંબોધનમાં મહિલા અનામત બિલ પાસ ન થવા મુદ્દે વિપક્ષી પાર્ટીઓ ઉપર નિશાન તાક્યું હતું. વિપક્ષે હવે આ મામલે પલટવાર કર્યો છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના રાજ્યસભા સાંસદ પી. સંદોષ કુમારે પીએમ મોદીનાં રાષ્ટ્ર જોગ સંબોધન સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. સીપીઆઇ સાંસદે આરોપ મૂક્યો છે કે પીએમનાં સંબોધનનો હેતુ રાજકીય હતો. જે આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન છે. આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીનાં રાષ્ટ્રનાં નામે સંબોધન ઉપર આકરો પ્રહાર કર્યો હતો. તેમણે પીએમ મોદી ઉપર આરોપ મૂક્યો હતો કે તેમણે  સત્તાવાર સંબોધનને રાજકીય ભાષણમાં બદલી દીધું હતું. જે કીચડ ફેંકવો અને ખોટું બોલવા બરાબર હતું. ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોસ્ટમાં પીએમ મોદીને હતાશ અને નિરાશ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આચાર સંહિતા લાગુ હોવા છતાં પણ પીએમ મોદીએ સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને વિરોધીઓ ઉપર પ્રહાર કર્યો છે. જે લોકતંત્ર અને ભારતીય સંવિધાનનું ઘોર અપમાન છે.

ખડગેએ આગળ કહ્યું હતું કે પીએમ મોદીએ પોતાનાં સંબોધનમાં કોંગ્રેસનો ઉલ્લેખ 59 વખત કર્યો હતો જ્યારે મહિલાઓનો ઉલ્લેખ તો ખૂબ ઓછો થયો હતો. જેનાથી પીએમ મોદીની પ્રાથમિકતા સાફ થાય છે. તેમણે દાવો કર્યો હતો કે મહિલાઓ ભાજપની પ્રાથમિકતા નથી, કોંગ્રેસ જ મહિલાઓનાં સમર્થનમાં છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક