આ ગેંગના ભયથી સામાન્ય લોકો ફરીયાદ કરતા પણ ડરતા હતા
બોટાદ,
તા.18: બોટાદ જિલ્લામાં સંગઠિત ગુનાખોરીને જડમૂળથી ઉખેડવા માટે પોલીસે ‘િફરોજ ઉર્ફે
મોટો કાજી’ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગ છેલ્લા
10 વર્ષથી બોટાદ શહેરમાં ખંડણી, હત્યાના પ્રયાસ અને મારપીટ જેવા કુલ 49 જેટલા ગંભીર
ગુનાઓમાં સંડોવાયેલી છે. તાજેતરમાં 15 ફેબ્રુઆરી 2026ના રોજ શબ્બીરભાઈ ઉર્ફે સાબા પર
થયેલા જીવલેણ હુમલા બાદ, જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા અને એલ.સી.બી. પીઆઈ
જી.એમ. પાવરાની ટીમે ગેંગના આતંકને ડામવા માટે આ કડક કાયદાનો અમલ કર્યો છે.
પોલીસ
તપાસમાં બહાર આવ્યું છે કે ફિરોજ ઉર્ફે મોટો કાજીએ સંગઠિત ગેંગ બનાવી શહેરમાં ભયનું
વાતાવરણ ઊભું કર્યું હતું, જેના કારણે સામાન્ય લોકો ફરિયાદ કરતા પણ ડરતા હતા. પાસા અને તડીપાર જેવી અગાઉની કાર્યવાહીઓ છતાં આ ટોળકી
સતત ગુનાખોરી આચરતી હોવાથી, ભાવનગર રેન્જ આઈ.જી.પી.ના માર્ગદર્શન
હેઠળ
આ ગેંગના આર્થિક અને શારીરિક આતંકને નાથવા ગુજસીટોકની ગંભીર કલમોનો ઉમેરો કરી કાયદાનો
સકંજો વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે.