અરશદ ખાનની 3 અને હોલ્ડર-રાશિદની 2-2 વિકેટ: પડીક્કલના 40 રન
અમદાવાદ
તા.30: ગુજરાત ટાઇટન્સની ઘાતક બોલિંગ અને ચુસ્ત ફિલ્ડીંગ સામે ચેમ્પિયન આરસીબી ટીમ
19.2 ઓવરમાં 1પપ રનના સામાન્ય સ્કોર પર ઓલઆઉટ થઇ હતી. આરસીબીએ શરૂઆત ઠીકઠાક કરી હતી,
પણ પછી તેનું બેટિંગ ક્રમ ફસકી પડયું હતું અને આખરી 7 વિકેટ 7પ રનના ઉમેરામાં ગુમાવી
દીધી હતી. ટાઇટન્સ તરફથી અરશદ ખાને સર્વાધિક 3 વિકેટ લીધી હતી. જયારે જેસાન હોલ્ડર
અને રાશિદ ખાનને 2-2 વિકેટ મળી હતી. રબાડા અને સિરાજે 1-1 વિકેટ લીધી હતી. ઈનિંગની
બીજી ઓવરમાં કોહલીએ રબાડાના પાંચ દડામાં પ ચોક્કા મારી ઝડપી શરૂઆત કરી હતી. પરંતુ રબાડાએ
બાદમાં કોહલીનો 28 રને શિકાર કર્યોં હતો. કોહલીએ 13 દડામાં પ ચોક્કા-1 છક્કાથી 28 રન
કર્યાં હતા. આ સિવાય પડીક્કલે 24 દડામાં પ ચોક્કા-2 છક્કાથી 40 રન બનાવ્યા હતા. કપ્તાન
પાટીદાર 19 રને આઉટ થયો હતો. આરસીબીના બાકીના તમામ બેટર ગુજરાતની બોલિંગ સામે ક્રિઝ
પર ટકી શકયા ન હતા અને 19.2 ઓવરમાં 1પપ રને વાવટો સંકેલાયો હતો.