મોરબી,તા.30: મોરબી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. જૂના ઘુંટુ રોડ પર આવેલી એક નામી સિરામિક ફેક્ટરીમાં કામ દરમિયાન ફોર્કલિફ્ટ મશીન પલટી મારી જતાં એક યુવાન શ્રમિક તેની નીચે દબાઈ ગયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અન્ય એક ઘટનામાં, જોધપર નદી ગામે એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના પિયરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની
વિગતો મુજબ, સિરામિક ફેક્ટરીમાં અકસ્માતે જીવ ગુમાવનાર યુવાન ઉત્તર પ્રદેશનો વતની
23 વર્ષીય ઘનશ્યામ મદનમોહન હતો, જે વેરહાઉસ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતો હતો. જ્યારે
આપઘાત કરનાર પરિણીતા 31 વર્ષીય આરતીબેન કમોયા હોવાનું સામે આવ્યું છે. મોરબી તાલુકા
પોલીસે આ બંને મામલે અકસ્માત અને આપઘાતનો ગુનો નોંધી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી
વધુ તપાસ હાથ ધરી છે.