પહેલા T-20 મેચમાં 34 રને યાદગાર જીત : 183 રનના વિજય લક્ષ્ય સામે ભારતીય ટીમ 148 રનમાં ડૂલ
બેલફાસ્ટ,
તા.26: ટીમ ઈન્ડિયા સામે આયરલેન્ડનો પ્રથમ વાર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઐતિહાસિક વિજય થયો છે. બે મેચની ટી-20 શ્રેણીના
પહેલા મેચમાં આયરલેન્ડનો 34 રને યાદગાર વિજય થયો હતો. અગાઉ બન્ને ટીમ વચ્ચે 8 ટી-20
મેચ અને 3 વન ડે મેચ રમાયા હતા. જે તમામમાં ભારતને જીત મળી હતી. આજના મેચમાં આયરલેન્ડના
9 વિકેટે 182 રનના જવાબમાં ભારતીય ટીમ 18.પ ઓવરમાં 148 રનમાં ડૂલ થઇ ગઇ હતી. બે મેચની
શ્રેણીમાં આયરલેન્ડ 1-0થી આગળ થયું છે. બીજો મેચ રવિવારે રમાશે. આજના મેચમાં વૈભવને
તક ન આપવાની ભુલ ભારતીય ટીમને ભારે પડી હતી.
ભારત
તરફથી અભિષેક શર્માએ સર્વાધિક 49 રન 20 દડામાં 7 ચોક્કા-2 છક્કાથી કર્યા હતા. બાકીના
તમામ ભારતીય બેટર્સ સેમસન (પ), ઇશાન (1), નવો કેપ્ટન શ્રેયસ (3), તિલક વર્મા 19, સુંદર
9 નિષ્ફળ રહ્યા હતા. શિવમે 2પ અને અક્ષરે 1પ રનનું યોગદાન આપ્યું હતું. આયરલેન્ડ તરફથી
મેથ્યૂ હેમફ્રીઝ અને મેટ હોલાર્ડે 3-3 વિકેટ લીધી હતી.
અગાઉ
નવા ભારતીય કપ્તાન શ્રેયસ અય્યરે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. આયરલેન્ડ ટીમે 20 ઓવરના
અંતે 9 વિકેટે 182 રનના પડકારરૂપ સ્કોર કયો હતો.કેપ્ટન લોર્કાન ટેક્ટરે 36 દડામાં પ
ચોક્કા-2 છક્કાથી પ0, ગેરેથ ડેલેનીએ 32 દડામાં 3 ચોક્કા-3 છક્કાથી 49 અને જોર્જ ડોકરેલે
10 દડામાં 19 રન કર્યાં હતા. ભારત તરફથી હર્ષિત રાણાએ સફળ વાપસી કરીને 24 રનમાં 3 વિકેટ
લીધી હતી. અર્શદીપ અને અક્ષરને 2-2 વિકેટ મળી હતી.