અંતિમ મિનિટના ગોલથી દ. આફ્રિકા સામે 1-0થી દિલધડક જીત
લોસ
એન્જિલ્સ, તા.29: ફૂટબોલ વર્લ્ડ કપ-2026ના રાઉન્ડ-16માં પહોંચનારી પહેલી ટીમ કેનેડા
બની છે. ગઇકાલે રાત્રે રમાયેલા પહેલા રાઉન્ડ-32ના મેચમાં દ. આફ્રિકા વિરુદ્ધ કેનેડાનો
આખરી ક્ષણોમાં 1-0 ગોલથી દિલધડક વિજય થયો હતો. આ સાથે જ કેનેડાએ વિશ્વ કપ ઈતિહાસમાં
પહેલીવાર નોકઆઉટ રાઉન્ડમાં જીત મેળવી છે. આ પહેલા કેનેડા 1986 અને 2022ના વિશ્વ કપમાં
ગ્રુપ સ્ટેજથી આગળ વધ્યું ન હતું.
દ.
આફ્રિકા અને કેનેડા વચ્ચે છેલ્લે સુધી રસાકસી થઇ હતી. નિર્ધારિત 90 મિનિટ સુધી બન્ને
ટીમ ગોલ કરી શકી ન હતી. ઇન્જરી ટાઇમ એટલે કે 90 પ્લસ 2 મિનિટે કેનેડાના કપ્તાન સ્ટીફન
યૂસ્ટાક્વિયોએ ગોલ કરીને પોતાની ટીમને યાદગાર જીત અપાવી હતી. આથી કેનેડાનો દ. આફ્રિકા
સામે 1-0થી વિજય થયો હતો. આફ્રિકી ટીમ વિશ્વ કપની બહાર થઇ છે.
રાઉન્ડ-32માં
ભારતીય સમય અનુસાર આજે રાત્રે અને મંગળવારે સવારે કુલ 3 મેચ રમાશે. જેમાં પહેલા મેચમાં
બ્રાઝિલ સામે જાપાન હશે જ્યારે જર્મની વિ. પરાગ્વેની ટક્કર થશે. સવારે 6-30થી નેધરલેન્ડ
અને મોરકકો વચ્ચેનો મેચ શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ રાઉન્ડ-16માં કેનેડા સામે ટકરાશે.