નવીદિલ્હી,તા.29: તામિલનાડુમાં ચમત્કારિક ચૂંટણી વિજય નોંધાવનાર મુખ્યમંત્રી થલપતિ વિજયની સરકારની સ્થિરતા મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને મોટો દાવો કર્યો છે અને કહ્યું હતું કે, વિજયની સરકાર બહુ જલ્દી ગબડી શકે છે. સ્ટાલિને કહ્યું હતું કે, રાજ્યમાં ટૂંક સમયમાં ચૂંટણી પણ પાછી આવી શકે છે. મુખ્યમંત્રી વિજયની ટીવીકે સરકાર બહુમતમાં નથી અને આગામી 3થી 6 માસમાં રાજ્યમાં મધ્યસત્રી ચૂંટણી પણ થઈ શકે છે તેવું સ્ટાલિને પોતાનાં સમર્થકો અને કાર્યકરોની એક સભાને સંબોધતા કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 234 બેઠકોની
બનેલી તામિલનાડુ વિધાનસભામાં બહુમત માટે કમસેકમ 118 બેઠકોની આવશ્યકતા હોય છે. ટીવીકે
108 બેઠકો જીતેલો અને પછી કોંગ્રેસ, આઈયુએમએલ અને વીસીકે જેવા દળોનાં ટેકાથી વિજયે
સરકાર બનાવેલી.