લંડન, તા.13: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ‘હોમ ઓફ ક્રિકેટ’ લોર્ડ્સનાં મેદાન પર ઇતિહાસ રચીને ઇંગ્લેન્ડ સામેના એકમાત્ર ટેસ્ટ મેચમાં 270 રને ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો. લોર્ડ્સનાં મેદાન પર 142 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં પહેલીવાર મહિલા ટેસ્ટ મેચ આયોજિત થયો હતો. જેમાં ભારતીય મહિલા ટીમે શક્તિ પ્રદર્શન કરીને યાદગાર જીત હાંસલ કરી હતી. મેચના ચોથા દિવસે 4પ7 રનના વિજય લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડની મહિલા ટીમ 186 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચના અંતિમ દિવસે ભારતીય ટીમને જીત માટે માત્ર 4 વિકેટની જરૂર હતી. જે લંચ પહેલાં જ હાંસલ કરી લીધી હતી.
મેચના
પહેલા દાવમાં પ અને બીજા દાવમાં 2 વિકેટ લેનાર ટીમ ઇન્ડિયાની યુવા પેસર ક્રાંતિ ગૌડ
પ્લેયર ઓફ ધ મેચ બની હતી જ્યારે યાસ્તિકા ભાટિયાએ બીજા દાવમાં સદી કરી હતી અને લોર્ડ્સ
પર સદી કરનારી પહેલી મહિલા ક્રિકેટર બની હતી. આ બન્નેએ લોર્ડ્સનાં ઐતિહાસિક ઓનર્સ બોર્ડ
પર પોતાનું નામ અંકિત કરાવ્યું હતું. આ બોર્ડ પર નામ અંકિત કરવું દરેક ક્રિકેટરનું
સપનું હોય છે. બીજા દાવમાં ભારત તરફથી સ્નેહ રાણાએ સર્વાધિક 4 વિકેટ લીધી હતી.
લોર્ડસ
ટેસ્ટમાં ભારતીય મહિલા ટીમના પ્રથમ દાવમાં 28પ રન થયા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ
187 રને ડૂલ થઈ હતી. બીજા દાવમાં ભારતે 7 વિકેટે 341 રને દાવ ડિક્લેર કરી ઇંગ્લેન્ડ
મહિલા ટીમને 4પ7 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે સામે ઇંગ્લેન્ડ મહિલા ટીમ ઘૂંટણિયે પડી
ગઈ હતી અને 186 રને ડૂલ થઈ ગઈ હતી. આથી ભારતીય મહિલા ટીમનો 270 રને યાદગાર વિજય થયો
હતો.