• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

કોમનવેલ્થમાં ભારતનો દબદબો : મહિલા બોક્સરોનો ગોલ્ડન પંચ

પ્રીતિ પંવાર, જેસ્મિન, સાક્ષી ચૌધરી, પ્રિયા અને અરુંધતિએ સ્વર્ણ પદ જીત્યા : ભારતે મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું : પેરા શોટપૂટમાં સોમન રાણાને ગોલ્ડ

ગ્લાસગો, તા. 1 :  કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ શનિવારને ઐતિહાસિક બનાવ્યો હતો. મહિલા બેક્સરોએ પુરો દિવસ રિંગમાં દબદબો જાળવી રાખ્યો હતો અને પાંચ ગોલ્ડ તેમજ એક સિલ્વર મેડલ અપાવીને ભારતને ચોથું સ્થાન અપાવ્યું હતું. બોક્સિંગમાં પ્રીતિ પંવાર, જેસ્મિન લંબોરિયા, સાક્ષી ચૌધરી, પ્રિયા ધાંધસ અને અરુંધતિ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરા એથલેટિક્સ શોટ પૂટમાં ટોપના બન્ને સ્થાન ઉપર કબજો કર્યો હતો. પુરૂષોની ટ્રિપલ જમ્પ સ્પર્ધામાં ભારતને મોટી સફળતા મળી હતી અને એક સિલ્વર તેમજ એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.આ શાનદાર પ્રદર્શનના દમ ઉપર ભારતે મેડલ ટેલીમા ચોથું સ્થાન મેળવી લીધું હતું.

પુરૂષોની પેરા એથ્લેટિક્સ એફ57 શોટ પૂટ (ગોળા ફેંક) સ્પર્ધામાં ભારે ફરી એક વખત એક જ ઈવેન્ટમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતીય એથ્લીટ સોમન રાણાએ ગોલ્ડ મેડલ અને શુભમ જુયાલે સિલ્વર મેડલ જીત્યો હતો.

પુરૂષોના 55 કિલો વર્ગ સ્પર્ધાના ફાઈનલ મુકાબલામાં ભારતના જાદુમણિ સિંહ માંડેંગબમને ઓસ્ટ્રેલિયાના જાય ડિક્સનના હાથે 0-5થી હારનો સામનો કરવો પડયો હતો. ઓસ્ટ્રેલિયન બોક્સરે એકતરફી દબદબો બનાવ્યો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઈનલમાં મળેલી હાર છતા જાદુમણિએ દેશ માટે સિલ્વર મેડલ જીત્યો હતો.

પુરૂષોની ટ્રિપલ જમ્પ સ્પર્ધામાં ભારતે એક સાથે બે પદક જીત્યા હતા. ભારતીય અથલીટ પ્રવીણ ચિત્રવેલે સિલ્વર મેડલ ઉપર કબજો કર્યો હતો. જ્યારે સેલ્વા પ્રભુ થિરુમારને બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને વધુ એક પદક અપાવ્યો હતો. આ રીતે ભારતે ઈવેન્ટમાં ‘ડબલ પોડિયમ ફિનિશમેળવ્યું હતું.

આ અગાઉ 10મા દિવસે પહેલો ગોલ્ડ મેડલ પ્રીતિ પંવારે જીત્યો હતો. પ્રીતિએ કેનેડાની બોક્સર સ્કારલેટ ડેલગાડોને 5-0થી હરાવી હતી. આ મેડલ જીત્યાની 15મી મિનિટની અંદર જ જેસ્મિન લંબોરિયાએ બોક્સિંગ 57 કિલોની કેટેગરીમાં ગોલ્ડ મેડલ નામે કર્યો હતો અને નોર્ધન આયર્લેન્ડની મિશેલા વોલ્શને હરાવી હતી.

બોક્સિંગમાં  શનિવારે રાત્રે ભરી ભારતીય મહિલાઓએ દબદબો બતાવ્યો હતો. મહિલાઓના 51 કિલો વર્ગમાં ભારતીય બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડની રૂબી વ્હાઈટને એકતરફી મુકાબલામાં હરાવીને ગોલ્ડ મેડલ નામે કર્યો હતો.

ત્યારબાદ 60 કિલો વર્ગના આકરા ફાઈનલમાં ભારતીય બોક્સર પ્રિયા ધાંધસે કેનેડાની મેરી બાથૌરલને 4-1થી હરાવીને ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. આ ઉપરાંત જૂડો મેટ ઉપર પણ મહિલાઓના 63 કિલો કેટેગરીના મુકાબલામાં ઉન્નતી શર્માએ એકતરફી જીત મેળવીને બ્રોન્ઝ જીત્યો હતો.

આ ઉપરાંત મહિલાઓના અરુંધતિ ચૌધરીએ મહિલાઓના ફાઈનલ મુકાબલામાં ઈંગ્લેન્ડની રીતને એકતરફી અંદાજમાં 5-0થી હરાવીને સ્વર્ણ પદક નામે કરી લીધો હતો. બોક્સિંગ રિંગમાં આ ભારતનો દિવસનો પાંચમો ગોલ્ડ મેડલ મળ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક