• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

કુલગામમાં ધર્મ પૂછીને કરાઈ હત્યા

- આતંકીઓ દ્વારા બે મજૂર પર હુમલાની ઘટનામાં મૃતકના પરિવારજનનો દાવો નેતાઓએ ઘટના વખોડી; હુમલા પાછળ ટીઆરએફનો હાથ

 

શ્રીનગર, તા. 1 જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં છત્તીસગઢના બે મજૂરોની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. એક મજૂરના પરિવારે આરોપ લગાવ્યો છે કે હુમલાખોરોએ પીડિતોને ગોળી મારતા પહેલા તેમની ઓળખ અને ધર્મ વિશે પૂછ્યું હતું. ઘટનાએ એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ઘા ફરી તાજા

કર્યા  છે.

એક એજન્સી અનુસાર હુમલાની જવાબદારી પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર--તોયબાથી જોડાયેલા રેઝિસ્ટંસ ફ્રન્ટ (ટીઆરએફ) લીધી હતી. હુમલાને કોંગ્રેસ સહિતના પક્ષોએ વખોડÎ હતો. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મૃતકના પરિવારજનોને 10-10 લાખ સહાયની જાહેરાત કરી હતી. શુક્રવારે રાત્રે કુલગામમાં ઈંટના ભઠ્ઠા પર થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલામાં છત્તીસગઢના શક્તિ જિલ્લાના બુંદેલી ગામના મજૂર દીપક રાત્રેનો પણ સમાવેશ થાય છે. બીજા પીડિતની ઓળખ સરનગઢ-િબલાઈગઢ જિલ્લાના 28 વર્ષીય ભૂપેન્દ્ર ભૈના તરીકે થઈ છે. સમાચાર એજન્સી અનુસાર, દીપકના કાકા હલધર રાત્રેએ દાવો કર્યો હતો કે હુમલાખોરોએ મજૂરોની ઓળખ પૂછ્યા પછી તેમને નિશાન બનાવ્યા હતા.

અમે જે સાંભળ્યું તે મુજબ, આતંકવાદીઓએ તેની જાતિ અને સમુદાય વિશે પૂછ્યા પછી તેને ગોળી મારી દીધી હતી એમ, ‘તેમણે આરોપ લગાવ્યો.’ જોકે, અધિકારીઓએ આવા કોઈ દાવાની પુષ્ટિ કરી નથી.

દરમિયાન, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે કુલગામ જિલ્લામાં છત્તીસગઢના બે મજૂરોની હત્યાની નિંદા કરી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આતંકવાદીઓએ મજૂરોને નિશાન બનાવતા પહેલા તેમની ઓળખ કરી હતી.

દરમ્યાન એક એજન્સી અનુસાર હુમલાની જવાબદારી તોયબાના સંગઠન ટીઆરએફે લીધી હતી. ટીઆરએફ આતંકવાદી સંગઠન છે જેણે બે વખત પહેલગામ હુમલાની જવાબદારી લીધી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે કુલગામ હુમલા પાછળ સ્થાનિક તોયબા કાર્યકર લતીફનો હાથ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક