• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

અપશબ્દો મુદ્દે રાજનીતિ શરૂ

- જંતર-મંતર ઉપર અભદ્ર ભાષા બોલનારા યુવકોને મોદીએ માફી આપી એફઆઈઆર પછી રુચિકાએ માફી માગી ચિદમ્બરમે કહ્યું, ભાજપનાં ટ્રોલર્સને પણ વડાપ્રધાને માફ કર્યા ?

 

નવીદિલ્હી,તા.1 જંતર-મંતર ઉપર કોકરોચ જનતા પાર્ટીનાં આંદોલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતનાં નેતાઓ વિશે છાત્રોની અભદ્ર ટિપ્પણી અને અપશબ્દોનાં વીડિયો પણ વાયરલ થયા હતાં. આવા એક કિસ્સામાં રુચિકા સિંહ નામક એક 1 વર્ષીય છોકરી સામે એફઆઈઆર પણ દાખલ થઈ હતી. જેમાં આજે રુચિકાએ બીજો એક વીડિયો જારી કરીને પોતાની હરકત બદલ દેશવાસીઓની માફી પણ માગી છે. બીજીબાજુ વડાપ્રધાન મોદીએ એક વીડિયો સંદેશ જારી કરીને આવી અભદ્ર ભાષા અને અપશબ્દો ભાંડનારા યુવક-યુવતીઓ માટે ક્ષમાભાવ પ્રગટ કર્યો હતો. જો કે વડાપ્રધાન મોદીનાં સંદેશા બાદ અપશબ્દો મુદ્દે રાજનીતિ ધગી ગઈ છે.

મોદીએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ વીડિયો સંદેશમાં ગાળો ભાંડનારા યુવકોને માફ કરવાની વાત કર્યા બાદ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી.િચદમ્બરમે આજે મોદી ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે મોદીને સવાલ કર્યો હતો કે, શું તેમણે સોશિયલ મીડિયા ઉપર સરકારની આલોચના કરતા લોકો સામે વાંધાજનક અને અભદ્ર ટિપ્પણીઓ કરતાં ભાજપનાં ટ્રોલર્સને પણ માફી આપી દીધી છે?

ઉલ્લેખનીય છે કે, મોદીએ પોતાનાં વીડિયો સંદેશામાં કહ્યું હતું કે, જંતર-મંતર ઉપર પ્રદર્શન દરમિયાન કેટલાક યુવાઓએ બેહદ વાંધાજનક ભાષા વાપરી હતી. તેમને અને તેમનાં દિવંગત માતા વિશે અપમાનજનક ટિપ્પણીઓ થઈ હતી. જે કંઈપણ થયું દુનિયાએ જોયું હતું. કેટલાક તોફાની બાળકોએ અભદ્ર ભાષા વાપરી અને તે સભ્ય સમાજને અનુરૂપ નહોતું. તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હતું. બાળપણ અને યુવાવસ્થામાં ભૂલ થઈ જાય છે અને સમયે તેમને શીખવાનો અવસર પણ હોય છે. આપણી દીકરીનાં મોઢે આવી ભાષા સાંસ્કૃતિક રીતે હચમચાવનારી છે. હવે સમય આવી ગયો  છે તેમને યોગ્ય દિશા બતાવવાનો. આવા યુવાનોને સજા આપવી કે અદાલતનાં ધક્કા ખવડાવવા કોઈ સમાધાન નથી. હું તેમને માફ કરવા માગું છું. ક્યારેક જીભ દાંત વચ્ચે આવી જાય તો આપણે કંઈ દાંત તોડી નથી નાખતા કારણ કે દાંત આપણા છે અને એવી રીતે બાળકો પણ આપણાં છે. તેમને રસ્તો બતાવવો આપણું કર્તવ્ય છે.

દરમિયાન જેની સામે અપશબ્દો ભાંડવા સબબ એફઆઈઆર દાખલ થઈ હતી રુચિકાનો આજે વધુ એક વીડિયો વાયરલ થઈ ગયો હતો. જેમાં તે પોતાની ભૂલ બદલ માફી માગતી દેખાઈ રહી છે. તે હાથ જોડીને કહે છે કે, જંતર-મંતર ઉપર અનેક જૂથમાં લોકો વડાપ્રધાનને ગાળો આપતા હતાં અને તેમણે મને પણ ઉશ્કેરી હતી અને દોરવાઈને મેં પણ અપશબ્દો કહ્યાં હતાં. મેં જે કંઈપણ કર્યુ તે માફી લાયક નથી પણ હું દેશવાસીઓની માફી માગું છું. હું શર્મિંદા છું અને નજર પણ ઉઠાવી નથી શકતી. મારી પહેલી અને છેલ્લી ભૂલ હશે.

દરમિયાન લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન મોદીનાં માફીવાળા વીડિયો ઉપર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, પેપર લીકનાં કારણે જીવ ગુમાવનાર એકપણ પરિવારને વડાપ્રધાન મોદી મળ્યા નથી પણ તેમનાંમાં અપશબ્દો બોલનાર છાત્રોને માફ કરવાની

હિંમત છે.

રાહુલે સોશિયલ મીડિયા ઉપર પોતાની પોસ્ટમાં મૃત છાત્રોનાં પરિજનો સાથે મુલાકાત સહિતની તસવીરો શેર કરી હતી અને કહ્યું હતું કે, જેમનું ભવિષ્ય પેપર લીકનાં કારણે બરબાર થઈ ગયું તેમને કોઈની માફીની જરૂર નથી. પુત્ર માટે આંસુ સારતા માતા-િપતાને જોવા બહું પીડાદાયક છે. કોઈ છાત્રને મોદીની માફીની જરૂર નથી. ઉલટા વડાપ્રધાને લોકોની માફી માગવાની જરૂર છે. જેન-ઝીને ડરાવી-ધમકાવીને ચુપ કરી શકાય નહીં. તમે છાત્રો સામે હિંસા આચરી, કેસ કર્યા અને સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કર્યા. ભારતનાં ભાવિ સાથે વર્તન યાદ રાખવું. વર્તન પછી હવે સાવધાન રહેવું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક