• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

સિરાજને બહાર બેસાડવાનો નિર્ણય ઘણો કઠિન : ગિલ

વેલિંગ્ટન, તા.19: ન્યુઝીલેન્ડ સામેના પ્રથમ ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં ભારતીય ટીમ મેનેજમેન્ટે ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને અનુભવી સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને પડતા મુકીને ચોંકાવી દીધા હતા. સિરાજ પાછલા એક વર્ષથી ભારતનો સૌથી સફળ ઝડપી બોલર છે. તે 43 વિકેટ વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં લઇ ચૂક્યો છે. તો જાડેજાના નામે આ દરમિયાન 33 વિકેટ રહી છે. તે સતત ઉપયોગી ઈનિંગ પણ રમ્યો છે. આમ છતાં તેમના સ્થાને અંશુલ કમ્બોજ અને વોશિંગ્ટન સુંદરનો ઇલેવનમાં સમાવેશ કરાયો હતો.

આ બારામાં ટોસ સમયે ભારતીય સુકાની ગિલે કહયું કે આ નિર્ણય ઘણો મુશ્કેલ હતો. અમે પાછલા એક સપ્તાહથી શ્રેષ્ઠ બોલિંગ સંયોજન પર વિચાર કરી રહ્યા હતા. સિરાજ અને ગુરનુરને બહાર બેસાડવાનો નિર્ણય ઘણો જ કઠિન હતો. અમને આશા છે કે પસંદ કરેલા બોલર સારો દેખાવ કરશે. વોશિંગ્ટન સુંદર સ્પિન ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક