• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

બ્રિટિશ રાજે ભારતમાંથી લૂંટયા હતા 66.82 ખર્વ ડોલર

ઓક્સફેમનો રિપોર્ટ : રકમ એવડી કે 50 પાઉન્ડની નોટથી ચાર વખત લંડન ઢંકાઈ જાય

નવી દિલ્હી, તા. 20 : અંગ્રેજોએ ભારત ઉપર અંદાજીત 200 વર્ષ રાજ કર્યું હતું અને આ સમય દરમિયાન સોનાની ચિડિયા કહેવતા ભારતને પ્રતિ વ્યક્તિ આવકના હિસાબે દુનિયાનો સૌથી ગરીબ દેશ બનાવી દીધો હતો. વૈશ્વિક અસમાનતા ઉપર કામ કરતા બ્રિટિશ અધિકાર સમુહ ઓક્સફેમનો એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બ્રિટને 1765થી 1900 વચ્ચે ઉપનિવેશવાદ દરમિયાન ભારતમાં 64.82 ખર્વ અમેરિકી ડોલરની લૂંટ કરી હતી. જેમાંથી 33.8 ખર્વ ડોલર અમેરિકાના સૌથી અમીર લોકો પાસે પહોંચ્યા હતા. આ રકમ એટલી મોટી હતી કે તેનાથી બ્રિટનની રાજધાની લંડન 50 બ્રિટિશ પાઉન્ડના નોટથી ચારથી વધુ વખત ઢંકાઈ શકે છે.

ઓક્સફેમનો રિપોર્ટ વૈશ્વિક અસમાનતાના રિપોર્ટનો હિસ્સો છે જે સોમવારે જારી કરવામાં આવ્યો છે. દર વર્ષે વિશ્વ આર્થિક મંચની વાર્ષિક મિટિંગના એક દિવસ પહેલા આ રિપોર્ટ જારી કરવામાં આવે છે. ‘ટેર્ક્સ, નોટ મેકર્સ’નામથી પ્રકાશિત રિપોર્ટમાં ઘણા અભ્યાસ અન રિસર્ચ પેપરનો હવાલો આપીને દાવો કરવામાં આવ્યો છે કે વર્તમાન સમયથી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ માત્ર ઉપનિવેશવાદની જ દેન છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઐતિહાસિક ઉપનિવેશવાદના સમયમાં દુનિયામાં જે અસમાનતા અને લૂંટનુંચલણ હતું તે જ આધુનિક જીવનને પણ આકાર આપી રહ્યું છે. તેનાથી એક અત્યાધિક અસમાન દુનિયા બની છે, એક એવી દુનિયા જે વંશવાદ આધારિત છે અને વિભાજનથી ભરેલી છે. એક એવી દુનિયા બની છે જયાં ગ્લોબલ સાઉથ (એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના ઓછા વિકસીત દેશ)માંથી વ્યયસ્થિત રીતે ધનનું દોહન જારી છે અને તેનો ફાયદો ગ્લોબલ નોર્થ (અમેરિકા,યુરોપના વિકસીત દેશ)ના સૌથી અમીર લોકો ઉઠાવી રહ્યા છે.

હજી પણ બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા શોષણ

ઓક્સફેમે કહ્યું છે કે આજની મોટી મલ્ટીનેશનલ કંપનીઓ પણ ઉપનિવેશવાદની દેન છે. જેનું નેતૃત્વ ઈસ્ટ ઈન્ડિયા કંપની જેવી કંપનીઓએ કર્યું છે. આ કંપનીઓ પોતામાં જ એક કાયદો બની ગઈ છે અને તેણે ઉપનિવેશવાદ  દરમિયાન ઘણા અપરાધો કર્યા છે. આજના સમયમાં પણ એવી બહુરાષ્ટ્રીય કંપનીઓ છે જે ગ્લોબલ નોર્થના અમીર શેરધારકો તરફથી ગ્લોબલ સાઉથના શ્રમિકો, ખાસ કરીને મહિલાઓનું હજી પણ શોષણ કરે છે. વૈશ્વિક સપ્લાઈ ચેન અને એકસપોર્ટ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી ધનના દોહનની આધુનિક સિસ્ટમ બની ગઈ છે. સપ્લાઈ ચેનમાં કામ કરતા શ્રમિક ખરાબ સ્થિતિમાં કામ કરે છે. જેના અધિકારીઓને નજરઅંદાજ કરવામાં આવે છે અને ખુબ ઓછી સામાજીક સુરક્ષા મળે છે.સમાન કૌશલના કામ માટે ગ્લોબલ સાઉથમાં ગ્લોબલ નોર્થ કરતા 87થી 95 ટકા ઓછા રૂપિયા મળે છે.

1750માં ભારતનું ઔદ્યોગિક ઉત્પાદનમાં યોગદાન 25 ટકા હતું.

1750મા ભારતનું વૈશ્વિક ઔદ્યોગિક ઉત્પાદનમાં યોગદાન લગભગ 25 ટકા હતું. 1900 સુધીમાં આ આંકડો માત્ર બે ટકા રહી ગયો હતો. ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં ભારે કમીનું કારણ એશિયન વત્ર ઊઁદ્યોગ સામે બ્રિટનની સંરક્ષણવાદી નીતિઓ હતી. જેણે ભારતની ઔદ્યોગિક ક્ષમતા કમજોર કરી દીધી હતી.

----------------------

બ્રિટનના સૌથી ધનીક વર્ગને મળ્યો ભારતમાંથી લૂંટનો મોટો હિસ્સો

ઓક્સફેમે એક હિસાબ કર્યો છે કે 1765થી 1900 વચ્ચે બ્રિટનના સૌથી ધનિક 10 ટકા લોકોએ ભારતમાંથી આજના હિસાબે 33.8 ખર્વ અમેરિકી ડોલરની સંપત્તિ એકત્રિત કરી હતી. આ એવડી રકમ છે જેનાથી લંડનને ચારથી વધુ વખત 50 પાઉન્ડની નોટથી ઢાંકી શકાય તેમ છે. બ્રિટનમાં આજે સૌથી અમીર લોકોની એક મોટી સંખ્યા પોતાના પરિવારની સંપત્તિનો શ્રેય ગુલામી અને ઉપનિવેશવાદને આપે છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025