• સોમવાર, 31 માર્ચ, 2025

ત્રીજા વિશ્વયુદ્ધનાં ભણકારા ?

યુરોપીય સંઘે સદસ્ય દેશોને યુદ્ધની હાલત માટે સજ્જ રહેવા કરી તાકીદ : યુક્રેનમાં રશિયાનાં નવા મિસાઈલ હુમલા પછી ફફડાટ

 

બ્રસેલ્સ,તા.27: યુરોપીય સંઘે પોતાનાં સદસ્ય દેશોની 45 કરોડ લોકોની જનતાને વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિને પહોંચી વળવા અને તેનાં મધ્ય ટકી રહેવા માટે ચેતવણી આપી હોવાનું કહેવાય છે. યુરોપીય યુનિયને સમગ્ર મહાદ્વીપનાં નાગરિકોને કમસેકમ 72 કલાક માટે ભોજન, પાણી અને આવશ્યક ચીજોનો સંગ્રહ કરી રાખવાની તાકીદ કરી છે. નાટોનાં મહાસચિવ માર્ક રુટે ચેતવણી આપી હતી કે, 2030 સુધીમાં રશિયા યુરોપમાં વધુ એક હુમલો કરી શકે છે. આ ચેતવણી પછી યુરોપીય દેશોમાં હડકંપ મચી ગયો છે. આ ચેતવણી પછી મોટાભાગનાં નાટો દેશ અગમચેતીમાં યુદ્ધ જેવી નોબત માટે તૈયારી કરવા માંડયા છે અને આમાં ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડ જેવા દેશો સામેલ છે.

નાટોનાં મહામંત્રી માર્ક રુટે કહ્યું હતું કે, જો કોઈ ખોટી ધારણા બાંધે અને વિચારે કે તે પોલેન્ડ કે અન્ય સહયોગી ઉપર હુમલો કરીને બચી શકે છે તો તેને આ ભયાનક ગઠબંધનની સમગ્ર તાકાતનો સામનો કરવો પડશે. અમારી પ્રતિક્રિયા પણ વિનાશક હશે.

તેમનું આ નિવેદન યુક્રેનનાં શહેર સુધી ઉપર રશિયાનાં મોટા મિસાઈલ હુમલામાં ડઝનબંધ લોકો મરાયા બાદ આવ્યું હતું. તેમણે આગળ કહ્યું હતું કે, અમારા ઉપર હુમલો કરવા માગતા વ્લાદિમીર પુતિન સહિત કોઈપણ માટે આ વાત એકદમ સ્પષ્ટ હોવી જોઈએ.

આ દરમિયાન સંકટ પ્રબંધન કમિશનર હાદઝા લાબીબે કહ્યું હતું કે, યુરોપ સામે આવનારો ખતરો અગાઉ કરતાં ઘણો વધુ જટિલ છે. યુરોપીય સંઘનાં પ્રમુખ રુટે કહ્યું છે કે, યુરોપ ઉપર વધુ એક હુમલો કરવા માટે રશિયા સક્ષમ છે. એ ભૂલવું ન જોઈએ કે યુદ્ધકાલીન અર્થતંત્ર તરફ રશિયા આગળ વધી રહ્યું છે. જેની સશત્ર દળોનાં નિર્માણની ક્ષમતા અને યોગ્યતા ઉપર મોટો પ્રભાવ પડશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક