-ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર ટેરિફના લીધે થયો તેવો તર્ક પણ ફગાવ્યો : કોર્ટે કહ્યું, રાષ્ટ્રપતિએ પોતાના સંવૈધાનિક અધિકારોની સીમાનું ઉલ્લંઘન કર્યું
વોશિંગ્ટન,
તા. 29 : અમેરિકાની એક વ્યાપાર અદાલતે રાષ્ટ્રપતિ ટ્રમ્પના લિબેરન ડે ટેરિફને પ્રભાવી
બનતા રોકીને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ ઈમ્પોર્ટ
ડયુટી લાદવામાં પોતાના સંવૈધાનિક અધિકારોની સીમાનું ઉલ્લંઘન કર્યું છે. ટ્રમ્પ પ્રશાસને
ટેરિફને એવા દેશો ઉપર લાગુ કરવાની યોજના બનાવી હતી જે અમેરિકાને વધારે નિકાસ કરે છે.
વધુમાં અદાલતે ટેરિફનો નિર્ણય નહીં લેવાય તો ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર તૂટી જશે
તેવા તર્કને પણ ફગાવી દીધો હતો.
ટ્રમ્પ
પ્રશાસને ટેરિફ લાદવાની શક્તિને આઈઈઈપીએ હેઠળ યોગ્ય ઠેરવી હતી . આ કાયદો રાષ્ટ્રપતિને
રાષ્ટ્રીય ઈમર્જન્સીની સ્થિતિમાં અસામાન્ય અને અસધારણ જોખમોનો સામનો કરવા આર્થિક નિર્ણયો
લેવાની મંજૂરી આપે છે. મેનહેટનની ત્રણ જજની કોર્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડને તમામ દલીલોને
ફગાવતા કહ્યું હતું કે કોંગ્રેસે રાષ્ટ્રપતિને અસીમિત શક્તિ નથી આપી. સંવિધાન હેઠળ
આંતરરાષ્ટ્રીય વ્યાપારને નિયંત્રીત કરવાનો અધિકાર માત્ર કોંગ્રેસ પાસે છે. જેને ઈમર્જન્સી
શક્તિઓના નામે રાષ્ટ્રપતિ લઈ શકે નહી.
અદાલતે
ચુકાદામાં કહ્યું હતું કે, અદાલત રાષ્ટ્રપતિ દ્વારા ટેરિફનો ઉપયોગ કેટલી બુદ્ધિમતાથી
કર્યો છે તેના ઉપર ટિપ્પણી કરશે નહીં. આ ઉપયોગ એટલે અવૈધ છે કારણ કે કાયદો તેની મંજૂરી
આપતો નથી. કોર્ટના કહેવા પ્રમાણે આઈઈઈપીએની વ્યાખ્યા એવી રીતે કરવામાં આવે કે તે રાષ્ટ્રપતિને
અસીમિત ટેરિફ લાદવાની મંજૂરી આપે છે તો આ પ્રક્રિયા અસંવૈધાનિક છે.
ટ્રમ્પ
પ્રશાસને દાવો કર્યો હતો કે ટેરિફનો હેતુ માત્ર વ્યાપારીક નહીં પણ રણનીતિક હતો. ભારત
અને પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન ટ્રમ્પે હસ્તક્ષેપ કરીને ટેરિફ રણનીતિ ઉપયોગમાં
લીધી હતી. જેનાથી પરમાણુ સંપન્ન દેશો વચ્ચે યુદ્ધ ટાળવામાં સફળતા મળી હતી. ટ્રમ્પ પ્રશાસને
ટેરિફનો રાજકીય દબાવ તરીકે ઉપયોગ કર્યો હતો.