• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

ભારતીય મૂળના અમેરિકી અધિકારીની ચીન માટે જાસૂસીના આરોપમાં ધરપકડ


 

ગુપ્ત દસ્તાવેજો રાખવા અને ચીની અધિકારીઓ સાથે ખાનગી મુલાકાતના એશ્લે ટેલિસ પર આરોપ

 

વોશિંગ્ટન, તા. 15 : ભારતીય મૂળના અમેરિકી વિદેશ વિભાગના વરિષ્ઠ સલાહકાર એશ્લે ટેલિસની જાસૂસી સહિતના આરોપો હેઠળ ધરપકડ કરાઈ હતી.

ભારતીય મૂળના અધિકારી પર દેશની સુરક્ષા સાથે જોડાયેલા ગોપનીય દસ્તાવેજ પોતાની પાસે રાખવા અને ચીનના અધિકારીઓ સાથે ખાનગી મુલાકાતના આરોપ છે. 64 વર્ષિય ટેલિસનાં વજીનિયાવાળાં ઘરમાંથી ગુપ્ત દસ્તાવેજોના એક હજારથી વધુ પાનાં મળી આવ્યાં હતાં.  

દોષી ઠરશે, તો ભારતીય મૂળના અમેરિકી અમલદારને 10 વર્ષની જેલ અને અઢી લાખ ડોલર એટલે કે લગભગ બે કરોડનો દંડ થશે.

મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો હોવાથી ટેલિસને જામીન મળવાની સંભાવના ઓછી છે. કેસની સુનાવણી વર્જીનિયા કોર્ટમાં થશે.

એફબીઆઈનું કહેવું છે કે,  ટેલિસે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વિદેશ વિભાગ અને સંરક્ષણ મંત્રાલયના ગોપનીય દસ્તાવેજો કાઢયા હતા. 

આ દસ્તાવેજોમાં વાયુદળનાં આયોજનો, એઆઈ સહિતની નવી ટેકનિક અને સૈન્ય વિમાનોની જાણકારી હતી.

એશ્લેટેલિસ રોમ જવાની તૈયારી કરી રહ્યા હતા. તે વખતે જ તેમની ધરપકડ કરી લેવાઈ હતી.  ટેલિસ પાસે - ટોપ સિક્રેટ સિકયુરિટી ક્લિયરન્સ’ હતું, જેના કારણે સંવેદનશીલ જાણકારીઓ સુધી સરળતાથી પહોંચી શકતા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક