પોલીસે દરોડો પાડી રોકડ અને મોબાઇલ સહિત કુલ રૂ. 6.67 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
તાલાલા,તા.16:તાલાલા વિસ્તારમાં
શ્રાવણ માસના પ્રારંભે રિસોર્ટો અને ફાર્મ હાઉસોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી
હોવાની બાતમીના આધારે ગીર સોમનાથ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે જંગલ વિસ્તારમાં આવેલા
ભોજદે ગીર ગામની સીમમાં દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન કેરીના રિસોર્ટમાં ચાલતા
જુગારધામનો પર્દાફાસ થયો હતો અને જુગાર રમી રહેલા દશ શખ્સોને રંગે હાથે ઝડપી લેવામાં
આવ્યા હતા, જે બદલ પોલીસે મોબાઈલ, રોકડ રકમ અને જુગારનું સાહિત્ય મળીને કુલ રૂપિયા
6,67,500 નો મુદ્દામાલ કબ્જે કરીને તાલાલા પોલીસ સ્ટેશને જુગારધારા હેઠળ ગુનો દાખલ
કર્યો છે.
આ દરોડાની કાર્યવાહીમાં પકડાયેલા
આરોપીઓની વિગતો મુજબ, અમદાવાદના ભાડજ વિસ્તારના તૃષ વિષ્ણુભાઈ પટેલ, સુરેશ મોહન પટેલ,
મયુર વાડીભાઈ પટેલ, કેનીત રાજેશ આચાર્ય, રોનક લાલાભાઇ પંચાલ, મનીષ રતિભાઈ પટેલ, ભાવિન
રાજેશ પટેલ, દર્શન રસિક પટેલ, અમદાવાદના થલતેજ વિસ્તારના તેજસ અંબાલાલ પટેલ તેમજ ઉનાના
નવાબંદરના રિસોર્ટ મેનેજર વિમેશ લાલજી વાઢેર નામના શખ્સો ઝડપાઈ ગયા છે, જેમની સામે
પોલીસે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.