મોસ્કો, તા. 16 : યુક્રેને રવિવારે રશિયાના અલગ અલગ વિસ્તારોમાં સેંકડો ડ્રોન છોડીને યુદ્ધનો સૌથી મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા છ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
રશિયાનાં રક્ષા મંત્રાલય અનુસાર
સેનાએ રાતભર 822 યુક્રેની ડ્રોન નષ્ટ કર્યા હતા. જેમાંથી 600 ડ્રોન મોસ્કો તરફ આગળ
વધી રહ્યા હતા. દક્ષિણ-પશ્ચિમી રોસ્તોવ ક્ષેત્રમાં થયેલા હુમલામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો
હતો જ્યારે મોસ્કોમાં એક મકાન ઉપર ડ્રોન હુમલો થતાં 83 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયું
હતું. રશિયાના રક્ષા મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે 822માંથી 600 ડ્રોન મોસ્કોને નિશાને
લઈને છોડવામાં આવ્યા હતા.