• શુક્રવાર, 29 માર્ચ, 2024

ઓનલાઇન ગેમ મારફતે ગુજરાતમાં 400થી વધુ બાળકોનું ધર્મપરિવર્તન ?

- ગાઝિયાબાદ સિટી ડીસીપીએ કર્યો ચોંકાવનારો ખુલાસો: શહેરમાંથી કિશોરોનાં ધર્માંતરણના તાર ગુજરાત સુધી નીકળ્યા

 

ગાઝિયાબાદ, તા. 8: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સગીર બાળકોનાં ધર્માંતરણના બનાવમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલાનો ખુલાસો કરનારા ડીસીપી સિટી નિપુણ અગ્રવાલે કહ્યું છે કે, તેમની પાસે ગુજરાતથી માહિતી આવી રહી છે કે એક વિસ્તારમાં ઓનલાઇન ગેમ મારફતે 400થી વધારે બાળકોનું ધર્માંતરણ કરાવવામાં આવ્યું છે. અમુક તસવીર અને વીડિયો મોકલવામાં આવ્યા છે. જો કે હજી આ બનાવની પુષ્ટિ થઈ શકી નથી. ગાઝિયાબાદમાં 30મી મેના રોજ કવિ નગર પોલીસ સ્ટેશનમાં એક એફઆઇઆર બાદ બે લોકોનાં નામ સામે આવ્યાં હતાં. જેમાં એક સેક્ટર 23ની મસ્જિદનો મૌલવી હતો અને બીજો મહારાષ્ટ્રનો રહેવાસી બદ્દો ઉર્ફે શાહનવાઝ હતો. મૌલવીને પોલીસ ધરપકડ કરીને જેલ મોકલી ચૂકી છે જ્યારે શાહનવાઝ ફરાર છે. જેને પકડવા માટે મહારાષ્ટ્રમાં તપાસ ચાલી રહી છે. આ બનાવના તાર જાકિર નાઇક સાથે પણ જોડાયા છે. ગાઝિયાબાદથી લઈને હરિયાણા અને પંજાબ સુધી કિશોરોનું ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું.

ગાઝિયબાદના એક પરિવારને જ્યારે પોતાનાં બાળક ઉપર શંકા પડી ત્યારે પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેનું સંતાન દિવસમાં પાંચ વખત જીમ જવાના નામે મસ્જિદમાં જઈને નમાઝ પઢે છે. પોલીસે આ બનાવનો ખુલાસો કરતા લોકો ચોંકી ઉઠયા હતા. હકીકતમાં ધર્માંતરણ કરાવવા માટે એક ઓનલાઇન ગેમ રમાડવામાં આવતી હતી. જેમાં કહેવામાં આવતું હતું કે, જીતવા માટે આયત પઢવી પડશે. બાદમાં ધીરે ધીરે જાકિર નાઇકના વીડિયો બતાવીને કિશોરોને પ્રોત્સાહિત કરવામાં આવતા હતા કે તેઓ મુસ્લિમ બને જ્યારે કિશોરો ઈસ્લામ સ્વીકાર કરે તો તેના એફિડેવિટ પણ બનતા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક